GPCBએ સેમ્પલ લીધા:પારડીના ખડકીની ખનકી પાસે કેમિકલ વેસ્ટ ભરેલા કોથળા નાંખી ગયું

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતની ફરિયાદ બાદ GPCBએ સેમ્પલ લીધા

પારડીના ખડકીની ખનકી પાસે કેમિકલ વેસ્ટ ભરેલા કોથળા કોઇ ફેકી જતાં પંચાયતની ટીમે વાપી જીપીસીબીને જાણ કરી હતી. જેને લઇ વાપી જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી વેસ્ટના સેમ્પલો લઇ તપાસ હાથ ધરી હતી. વાપી, સરીગામના એકમો હવે કપરાડા, પારડી વિસ્તારમાં વેસ્ટનો નિકાલ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં અનેક કિસ્સાઓ બની ચુક્યાં છે.

કપરાડા વિસ્તારમાં કેમિકલ વેસ્ટના નિકાલની ઘટનાઓ બાદ હવે પારડીના ખડકી ગામની ખનકી પાસે કેમિકલ વેસ્ટ ભરેલાં કોથળાઓ મળી આવ્યાં છે. જેની જાણ સરપંચ શંકરભાઇ પટેલ અને સભ્યોને કરાતાં વાપી જીપીસીબીને જાણ કરવામાં આવી હતી.પંચાયતની ફરિયાદ બાદ તરત જ વાપી જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી કેમિકલ વેસ્ટનું નિરીક્ષણ કર્યુ હતું.

કઇ કંપનીએ આ કૃત્ય કર્યુ છે તે જાણવા જીપીસીબીએ સેમ્પલો લીધા હતાં. આ ઉપરાંત વેસ્ટનો કબજો લીધો હતો. વાપીના કેટલાક એકમો કપરાડામાં સ્લજના નિકાલ માટે ભુતકાળમાં ઝડપાયા હતા. હવે પારડીના ગ્રામ્ય વિસ્તારમાં વેસ્ટનો નિકાલના ફરિયાદ સામે આવી છે. જીપીસીબીની ટીમ કેમિકલ વેસ્ટનો બારોબાર નિકાલ કરતાં એકમો સામે કડક કાર્યવાહી કરે તેવી માગ પંચાયતના પદાધિકારીઓ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...