ભાસ્કર વિશેષ:વાપી નાયકવાડના 13 વર્ષીય બાળકે માટીના ગણેશ બનાવી સ્થાપના કરી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક અઠવાડિયામાં ચાર કિલો માટીથી મૂર્તિ તૈયાર કરી

વાપી નાયકવાડમાં રહેતા 13 વર્ષીય બાળકે એક અઠવાડિયા મહેનત કરી 4 કિલો માટીથી શ્રીગણેશની મૂર્તિ બનાવી ઘરમાં સ્થાપના કરી છે. પીઓપીથી બનાવેલ મૂર્તિથી પ્રદુષણ થતું હોય બાળકે માટીના ગણેશ બનાવી સમાજને એક સુંદર સંદેશ આપ્યા છે. વાપી નાયકવાડમાં રહેતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા મનોજ નાયકાના 13 વર્ષીય પુત્ર મયુરએ ઘરમાં જ માટીના ગણેશની સ્થાપના કરી છે. આશરે 4 કિલો માટીથી એક અઠવાડિયામાં તેણે શ્રીગણેશની માટીની મૂર્તિ તૈયાર કરી ઘરમાં જ સ્થાપના કરી છે.

સાત દિવસ માટે ઘરે ગણેશજીની સ્થાપના કરાઇ છે. આ મૂર્તિ તેણે પહેલા વાર બનાવી છે. મયુરના જણાવ્યા મુજબ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન પીઓપીની મૂર્તિથી પાણીમાં થતા પ્રદુષણ અને નુકસાન અંગે ભણાવવામાં આવ્યું હતું. જેને લઇ તેણે માટીથી ગણેશ મૂર્તિ બનાવવા વિચાર્યું હતું. હાલ આ માટીનો ગણેશ ફળિયામાં આકર્ષણનો કેન્દ્ર બન્યો છે.

ભાસ્કરે મિટ્ટી કે ગણેશનું અભિયાન ચલાવ્યું હતું
પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનતી મૂર્તિઓને નદીમાં વિસર્જન કરવાથી પાણીના જીવો તેમજ જળ પ્રદૂષણને અટકાવવા ભાસ્કરે મિટ્ટી કે ગણેશનું અભિયાન ચલાવ્યું હતું. જેનો સારો પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણને અટકાવવા બાળકે આ મૂર્તિ બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...