તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન શિક્ષણ:ધો.9થી 12માં 32 ટકા સરેરાશ હાજરી વચ્ચે જિલ્લાની 965 પ્રાથમિક શાળાઓ શરૂ થશે

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન શિક્ષણનો મોહ વધતાં ઓફલાઇનમા વિદ્યાર્થીઓને હવે શિક્ષણ ગમતુ નથી

વલસાડ જિલ્લામાં ધો.9થી 12ના શાળાઓ કાર્યરત થયા બાદ પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. ધો.9થી 12 સુધીની શાળાઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 32થી 33 ટકા જેાવા મળી રહી છે. શિક્ષણ અધિકારી કે.એફ.વસાવાના મતે 19 ઓગષ્ટની સ્થિતિએ ધો.9થી 12માં હાજરીના ડેટા છે.

બીજી તરફ ઓનલાઇન શિક્ષણ બાદ ઓફલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા નથી. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં વધુ રુચિ હોઇ તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે. બીજી તરફ સરકારની જાહેરાત મુજબ 1 સપ્ટેમ્બરથી ધો.6થી8ના વર્ગો શરૂ થઇ રહ્યાં છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે હવે વલસાડ જિલ્લાની 965 પ્રાથમિક શાળાઓ શરૂ થવા જઇ રહી છે.

કોરોના બાદ વિદ્યાર્થીઓમાં પણ બદલાવ આવ્યો
વાપીની શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં સતત ઓનલાઇન શિક્ષણના પરિણામે છાત્રોને ઓફલાઇન શિક્ષણમાં મૂંઝવણ થઇ રહી છે. કોરોનાના કારણે કેટલાક વાલીઓ હજુ વિદ્યાર્થીઓને સ્કૂલ મોકલવામાં ડરી રહ્યાં છે.

વિદ્યાર્થીઓની હાજરી

વિદ્યાર્થીઓની હાજરી
ધોરણકુલ વિદ્યાર્થીહાજરટકાવારી
ધો.924918753430.23
ધો.1025776834332.36
ધો.1120385648531.81
ધો.1214069454032.26

તાલુકાવાર વિદ્યાર્થીઓની હાજરીનું પ્રમાણ

તાલુકોધો.9હાજરધો.10હાજરધો.11હાજરધો.12હાજર
ધરમપુર34731435360216952650158518001058
કપરાડા3134127031561351241510041171742
પારડી29658362943101025256981626491
ઉમરગામ3936137943731614302110172072799
વલસાડ5810146160251722490512263770968
વાપી56001153567795148399553630482

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...