વેરા વસુલાતનું અભિયાન:વાપીમાં વેરો ન ભરતાં 9 દુકાનો અને 14 ઓફિસ સિલ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાપીમાં વેરો ન ભરતાં 9 દુકાનો અને 14 ઓફિસોને શીલ કરાઇ. - Divya Bhaskar
વાપીમાં વેરો ન ભરતાં 9 દુકાનો અને 14 ઓફિસોને શીલ કરાઇ.
  • 17.26 કરોડના માંગણા સામે 80 ટકા લક્ષ્યાંક પૂર્ણ

વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગની ટીમે ગુરૂવારે ડુંગરા વિસ્તારમાં વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 23 મિલકતોને તાળાં મારી સ્થળ ઉપર જ રૂ.2.40 લાખની વસૂલાત કરી હતી. એક જ દિવસમાં 23 મિલકત સિલ કરાતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પાલિકાએ વેરા વસુલાતનું અભિયાન તેજ કર્યું છે.

વાપી પાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ વેરા વસૂલાત માટે ટીમો બનાવી કામગીરી સઘન કરી છે. રજાના દિવસોમાં વેરો ભરી શકાય એવી વ્યવસ્થા ગોઠવી છે.પાલિકાની ટીમે ગુરૂવારે ડુંગરા વિસ્તારમાં વેરા વસૂલાત અભિયાન ચલાવ્યું હતું.

દુકાનો તથા ઓફિસોને તાળાં મારી મિલકત માલિકોને વેરો ભરી જવા તાકીદ કરી હતી. ડુંગરા ખાતે આવેલ મુસા માર્કેટના બિલ્ડીંગો દારૂલ તકવા, દારૂલ મરવા, દારૂલ ઈમાન અને દારૂલ સફા ઉપરાંત ડુંગરી ફળિયામાં કે.જી.એન. પ્લાઝા, શ્રી સાઇશ્રધ્ધા પ્લાઝા વગેરે કોમ્પલેક્સના બાકીદારોને વેરો ભરવા અગાઉ નોટિસો આપવામાં આવી હતી. પરંતુ વેરો ના ભરતા કાર્યવાહી કરી હતી. જેમાંથી 6બાકીદારોએ સ્થળ પર જ રૂ.1.40 લાખનો વેરો ભરી દીધો હતો. બાકીની 9 દુકાનો અને 14 ઓફિસોને સીલ મારવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...