પ્રદેશની ટીમ રવાના થઈ:ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં સંઘપ્રદેશના 9 એથ્લેટસ પાંચ રમતો ભાગ લેશે

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલ્લખંભ રમતના ખેલાડીને તાલીમ માટે મહારાષ્ટ્રના નાશિકથી કોચ બોલાવ્યા હતા

રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છેલ્લા ચાર વર્ષથી સંયુક્ત રીતે ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’નું આયોજન કરે છે, જેની ચોથી આવૃત્તિ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ જૂનથી યોજાશે. 4થી 13 જૂન સુધી પંચકુલા, હરિયાણામાં આયોજિત કાર્યક્રમમાં 25 રમતોમાં અંડર-18 વય જૂથની જન્મ સ્પર્ધાઓ સામેલ હશે. જેમાં ગતકા, બોક્સિંગ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, મલખંભ અને યોગાસન નામની પાંચ પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021માં 8,000 થી વધુ રમતવીરો ભાગ લેશે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ચોથી આવૃત્તિમાં સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ બોક્સિંગ (03), ટેબલ ટેનિસ (01), લૉન ટેનિસ (01) અને મલ્લખંભ (04)ના કુલ 09 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની 4થી આવૃત્તિમાં ભાગ લેતા પહેલા યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દમણ દ્વારા તમામ ખેલાડીઓ માટે 6 દિવસીય વિશેષ કોચિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. જેથી કરીને તેઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.

મલ્લખંભ માટે પણ ખેલાડીઓના વિશેષ કોચિંગ વિભાગે નાસિકથી કોચ બોલાવ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દાનહ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શનમાં રમતગમત વિભાગના સચિવ અંકિતા આનંદ અને રમતગમતના નિયામક અરુણ ગુપ્તાએ તેમને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ભાગ લેનાર તમામ ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શ્રેષ્ઠ પરિણામો લાવશે. જેથી કેન્દ્રશાસિત પ્રદેશ દાનહ અને દમણ- દીવનું નામ રોશન કરશે.

અન્ય સમાચારો પણ છે...