ઇન્ડસ્ટ્રી એક્સપો:દમણમાં 8થી ઇન્ડસ્ટ્રી એક્સપો, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુશ ગોયલ મુલાકાતે

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દમણ- દાનહની 60થી વધુ કોર્પોરેટર કંપનીમાં એક્સપોમાં ભાગ લેશે

દમણ દાદરા નગર હવેલી એ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો સૌથી સુરક્ષિત અને આકર્ષક ઔદ્યોગિક વિસ્તાર છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલની દૂરગામી વિચારસરણીનું આ પરિણામ છે. ઔદ્યોગિક વાતાવરણમાં અહીનો ઉદ્યોગ વિકસી રહ્યો છે અને લાખો લોકોને રોજગારી મળી રહી છે. તાજેતરમાં યુનિયન સ્ટેટને 15 એક્સપોર્ટ એક્સેલન્સ એવોર્ડ મળ્યા છે. જે કોઈપણ એક રાજ્યમાં સૌથી વધુ છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાનહમાં વધી રહેલા ઉદ્યોગ અને વિકાસને દર્શાવે છે.

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએસનના પ્રમુખ પવન અગ્રવાલે કહ્યું કે, અમારા તમામ ઉદ્યોગ કાર્યકરોને અપીલ કરીએ છીએ કે, તમે બધાએ ખૂબ જ ઉત્સાહ સાથે ઉદ્યોગ વ્યવસાય 2022ના મહાકુંભમાં તમારી સહભાગિતા આપવી જોઈએ.પ્રદેશમાં પ્રથમ વખત આટલા મોટા પાયે ઔદ્યોગિક પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દમણ અને સિલ્વાસાના કેન્દ્રશાસિત પ્રદેશની 60 મોટી કોર્પોરેટ કંપનીઓ તેમના સ્ટોલ ડિસ્પ્લે સેલ મૂકશે. મોટીદમણના લાઇટ હાઉસથી રામસેતુ બીચની બરાબર બાજુમાં છે.

એક્સપો કમ સેલનું ઉદ્ઘાટન 8મી મેના રોજ કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના હસ્તે કરવામાં આવશે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ પણ સહભાગી બનશે. 8થી 16 મે સુધી સવારે 10થી રાત્રે 9 વાગ્યા એક્સપો ખુલ્લો રહેશે. લોકોને આકર્ષક દરે ઉત્પાદન પણ ખરીદી કરવાની તક મળશે. રાજ્યની 20 મોટી કંપનીઓ પણ કંપનીઓ તેમની સફળ યાત્રાનું MINITURE એટલે કે મ્યુઝિયમ પણ હશે.

અન્ય સમાચારો પણ છે...