તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:જિલ્લામાં માર્ચમાં એન્ટીજન ટેસ્ટમાં 899 પોઝિટિવ કેસ

વાપી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બીજી લહેરમાં રોજ સરેરાશ 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ, એન્ટીજન ટેસ્ટના આંકડા રેકર્ડ ઉપર ન લેવાતા કેસોની સંખ્યામાં ઘટાડો

વાપી સહિત વલસાડ જિલ્લામાં ફરી કોરોના ધીમે-ધીમે બેકાબુ બનતો જાય છે, આરોગ્ય વિભાગ દ્વારા માર્ચના 31 દિવસમાં કરાયેલા એન્ટીજન ટેસ્ટમાં કુલ 899 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે રોજના સરેરાશ 30 લોકો પોઝિટિવ આવે છે. આરટીપીસીઆર ટેસ્ટની યાદી જાહેર કરવામાં આવે છે, પરંતુ એન્ટીજન ટેસ્ટની યાદી આરોગ્ય વિભાગ જાહેર કરતું નથી. માર્ચમાં એન્ટીજનમાં સૌથી પોઝિટિવ આવતાં લોકોએ સાવધાની રાખવી જરૂરી છે.

વલસાડ જિલ્લામાં રોજના 1 હજાર જેટલા એન્ટીજન ટેસ્ટ થાય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ લોકોની સંખ્યા ઓછી હતી, પરંતુ માર્ચમાં સ્થિતિ બદલાઇ ગઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા રોજના તાલુકા વાઇઝ એન્ટીજન કીટ મોકલવામાં આવે છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ રોજના 1 હજાર લોકોના એન્ટીજન ટેસ્ટ થાય છે.

માર્ચમાં 31 હજાર કરતાં વધુ લોકોના એન્ટીજન ટેસ્ટ થયા હતાં. જેમાંથી 899 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. એટકે માર્ચમાં સંક્રમણ વધ્યુ છે. હાલ આરટીપીસીઆર ટેસ્ટમાં પણ કોરાના કેસો વધુ આવી રહ્યાં છે. જેથી લોકોએ કોવિડ 19ની ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલન કરવું જરૂરી છે. સતત કેસો વધતાં લોકોમાં પણ ડરનો માહોલ વધી રહ્યો છે.

વાપી સહિત વલસાડ જિલ્લામાં ફરી કોરોના ધીમે-ધીમે બેકાબુ બનતો જાય છે, આરોગ્ય વિભાગ દ્વારા માર્ચના 31 દિવસમાં કરાયેલા એન્ટીજન ટેસ્ટમાં કુલ 899 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે રોજના સરેરાશ 30 લોકો પોઝિટિવ આવે છે.આરટીપીસીઆર ટેસ્ટની યાદી જાહેર કરવામાં આવે છે, પરંતુ એન્ટીજન ટેસ્ટની યાદી આરોગ્ય વિભાગ જાહેર કરતું નથી. માર્ચમાં એન્ટીજનમાં સૌથી પોઝિટિવ આવતાં લોકોએ સાવધાની રાખવી જરૂરી છે.

વલસાડ જિલ્લામાં રોજના 1 હજાર જેટલા એન્ટીજન ટેસ્ટ થાય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ લોકોની સંખ્યા ઓછી હતી, પરંતુ માર્ચમાં સ્થિતિ બદલાઇ ગઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા રોજના તાલુકા વાઇઝ એન્ટીજન કીટ મોકલવામાં આવે છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ રોજના 1 હજાર લોકોના એન્ટીજન ટેસ્ટ થાય છે. માર્ચમાં 31 હજાર કરતાં વધુ લોકોના એન્ટીજન ટેસ્ટ થયા હતાં. જેમાંથી 899 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. એટકે માર્ચમાં સંક્રમણ વધ્યુ છે. હાલ આરટીપીસીઆર ટેસ્ટમાં પણ કોરાના કેસો વધુ આવી રહ્યાં છે. જેથી લોકોએ કોવિડ 19ની ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલન કરવું જરૂરી છે. સતત કેસો વધતાં લોકોમાં પણ ડરનો માહોલ વધી રહ્યો છે.

વાપીમાં ટેસ્ટની કીટ રોજ ઘટી જતા લોકોએ પરત જવું પડે છે
વાપીમાં કોરોનાના કેસો ઓછા હોવાનો દાવો સરકારીયાદીમાં કરવામાં આવી રહ્યો છે, પરંતુ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ એન્ટીજન ટેસ્ટ માટે અર્બન હેલ્થ સેન્ટરો તથા સરકારી દવાખાનામાં જઇ રહ્યાં છે, પરંતુ સાંજ સુધીમાં એન્ટીજનની કીટનો જથ્થો પૂર્ણ થઇ રહ્યો છે. વાપીમાં ટેસ્ટ માટે વધુ લોકો આવી રહ્યાં છે, જેની સામે એન્ટીજન કીટ ઘટી રહી છે. ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી મનોજ પટેલે જણાવ્યુ હતું કે પુરતો જથ્થો આવી ગયો છે. વાપીને ફાળવી દેવામાં આવ્યો છે. વાપીમાં લોકો સામેથી ટેસ્ટ કરાવવા માટે પહોંચતા હોય છે. જોકે, કીટ ન હોવાના કારણે તેમને એક બે દિવસ પછી બોલવવામાં આવી રહ્યા છે. જેથી કરીને કીટની સંખ્યામાં વધારો કરવા માગ ઉઠી છે.

6 તાલુકા પૈકી વાપીમાં વેક્સિનેશન પર સૌથી વધુ ભાર મુકાયો
વાપીમાં લોકડાઉનની જાહેરાત બાદ સૌથી વધારે કેસો આવતા હતા. વાપીના કેટલાક વિસ્તારો તો કોરોનાનું કેન્દ્ર બની ગયા હતા, પરંતુ હાલ વાપીમાં કોરોનાના કેસો ઓછા આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઉદ્યોગોમાં લોકોની સતત અવર-જવરના કારણે કેસો ફરી વધે નહિ તે માટે તંત્રએ વેક્સિનેશન પર ભાર મુકયો છે. વાપીમાં વધારેમાં વધારે લોકો વેક્સિન મુકાવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો