હજયાત્રા માટે શુભેચ્છા પાઠવી:કેરળથી યુવક 8500 કિ.મી. ચાલીને 1 વર્ષે મક્કામાં હજ પઢશે

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી, પારડીમાં મુસ્લિમ સમાજે સ્વાગત કર્યુ

મુસ્લિમ સમાજમાં હજ યાત્રાનું ખુબ જ મહત્વ છે, પરંતુ સૌ પ્રથમ વખત કેરલનો 34 વર્ષિય યુવાન 8500 કિ.મી. ચાલીને 6 દેશોમાંથી પસાર થઇ 1 વર્ષ બાદ હજમાં નમાજ પઢશે. કેરલથી નિકળેલો યુવાન વાપી, પારડીમાં આવતાં મુસ્લિમ સમાજે તેનું સ્વાગત કર્યુ હતું. બહુ જુજ વ્યક્તિઓ હજારો કિલોમીટર ચાલીને હજ યાત્રાએ જતાં હોય છે. જેથી આ યુવાનની પદયાત્રાને મુસ્લિમ બિરાદરો બિરદાવી રહ્યાં છે. કેરળના મલ્લપુરમ ખાતે રહેતો શિહાબ છોટ્ટર ઉ.વ.34 સાઉદી અરબ હજ કરવા માટે પગપાળા જવા નિકળ્યો હતો.

11 મહિના સુધી પદયાત્રા કરી સાઉદી અરબ પહોંચશે. જેમાં ભારતની વાઘા બોર્ડર થઇને પાકિસ્તાન,ઇરાન,ઇરાક ,કુવેત થઇને અંદાજે 8500 કિ.મી.નું અંતર 11 માસમાં કાપશે. આ યુવાન ગુરૂવારે વલસાડ જિલ્લામાં પહોંચ્યો હતો. વાપી અને પારડીમાં મુસ્લિમ યુવાનનું સ્વાગત કરાયું હતું. પારડી શહેરના મુસ્લિમ આગેવાન સઇદ હુસૈને જણાવ્યું હતું કે લગભગ આ રીતે 8500 કિ.મી. ચાલીને સાઉદી અરબ હજ યાત્રાએ જવું પ્રથમ કિસ્સો છે. કારણ કે અરબ હજ યાત્રાનું વિશેષ મહત્વ છે. ગુરૂવારે પારડી શહેરના રાજકીય,સામાજિક આગેવાનોએ મુસ્લિમ આગેવાનું સ્વાગત કરી હજયાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...