પારડીની મહિલા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં:840 બાળ કવિતાની રચના કરનાર ડો.તુપ્તિ સાકરિયાની અનોખી સિદ્ધિ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.તુપ્તિ સાકરિયા - Divya Bhaskar
ડો.તુપ્તિ સાકરિયા
  • બાળકો સહેલાઇથી જીવન મૂલ્યો પરના અભ્યાસ માટે 7 વાર્તાઓના પુસ્તકો તૈયાર કર્યા

પારડી વલ્લભ આશ્રમ સાથે વર્ષોથી સંકળાયેલા અને હાલ સ્કૂલના ડિરેકટર ડો.તુપ્તિ સાકરિયાએ નાના નાના બાળકો અલગ-અલગ વિષયોની જાણકારી સહેલાઇથી સમજી અને શીખી શકે તેના માટે ગુજરાતીમાં 840થી વધારે બાળ કવિતાઓની રચના કરી છે. જેમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન સાથે સન્માનિત કરવામાં આવ્યાં છે.

પારડી સહિત સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.પારડી વલ્લભ આશ્રમ ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલના ડિરેકટર ડો. તૃપ્તિ સાકરીયાએ નાના નાના બાળકો અલગ અલગ વિષયોની જાણકારી સહેલાઈથી સમજી અને શીખી શકે તેના માટે ગુજરાતીમાં 840થી પણ વધારે બાળ જોડકણાં (બાળ કવિતાઓ) તથા જીવન મૂલ્યો પરના અભ્યાસ માટે 7 વાર્તાઓના પુસ્તકો તૈયાર કર્યા છે. આ કામગીરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ડો.તુપ્તિબેન દિનેશભાઇ સાકરિયાને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જેઓ ઘણાં સમયથી ગુજરાતી વિષયમાં બાળકો માટેનું સાહિત્ય જેમ કે પ્રકૃતિ પર બાળનાટકો, નાની વાર્તાઓ તથા કાવ્યોની રચનાઓનું સર્જન કરે છે. બાળકોને પ્રોત્સાહન આપવા માટે હમેંશા તેઓ તત્પર રહે છે. આ ઉપરાંત સામાજિક કામગીરીમાં પણ તેઓ આગળ રહેતાં હોય છે. ગુજરાતીમાં 840થી પણ વધારે બાળ જોડકણાં (બાળ કવિતાઓ) તથા જીવન મૂલ્યો પરના અભ્યાસ માટે 7 વાર્તાઓના પુસ્તકો માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં સ્થાન મળતાં પારડીવાસીઓમાં ખુશીનો માહોલ છે. તુપ્તિબેન સાકરિયાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...