તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:વાપી ગુંજન સહિત વિસ્તારમાંથી 80 દબાણો દૂર કરવામાં આવ્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના આદેશ બાદ નોટિફાઇડે ડિમોલિશન કર્યું

વાપી નોટિફાઇડ વિસ્તારમાં લારી ગલ્લા અને દબાણોના કારણે લોકોને તકલીફ પડે છે. સરકારના આદેશ બાદ ગુરૂવારે નોટિફાઇડ વિભાગે દબાણો હટાવો અભિયાન હાથ ધરી ગુંજન સહિતના વિસ્તારમાં નાના મોટા 80 જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતાં. જોકે ફરી દબાણો ન થાય તેની કાળજી લેવાય તે જરૂરી છે.

વાપી જીઆઇડીસી વિસ્તારમાં લારીગલ્લા અને દબાણો સતત વધતાં રહે છે. તંત્ર દ્વારા દબાણો હટાવો ઝુંબેશ માત્ર કાગળ પર રહે છે. તાજેતરમાં રાજ્ય સરકારે તમામ નોટિફાઇડ અને પાલિકાને માર્ગોને અડચણરૂપ દબાણો તાત્કાલિક હટાવવા સૂચના આપી છે. જે અંતર્ગત ગુરૂવારે નોટિફાઇડ વિભાગ દિવસભર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

ખાસ કરીને ગુંજન વિસ્તારમાંથી લારી ગલ્લા અને કાચા બાંધકામના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. અંદાજે 80 જેટલા દબાણો દૂર કરાતા માર્ગ ખુલ્લો થયો હતો. નોટિફાઇડ દ્વારા આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ દબાણો હટ્યા બાદ તરત જ ગણતરીના કલાકોમાં ફરી જેસે થે જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. જીઆઇડીસી અને નોટિફાઇડના અધિકારીઓ આ મામલે કડક વલણ અપનાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...