કાર્યવાહી:વાપીના સલવાવથી 8 અને ભડકમોરાથી 10 લોકો હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાપી ટાઉન પોલીસે ઝડપી પાડેલા જુગારીયાઓ. - Divya Bhaskar
વાપી ટાઉન પોલીસે ઝડપી પાડેલા જુગારીયાઓ.
  • ડુંગરા અને ટાઉન પોલીસે મંદિરના ઓટલા અને ગણેશ મંડપ અંદરથી 30,810નો મુદ્દામાલ કબજે કર્યો

વાપી ડુંગરા પોલીસે સોમવારે નાઇટ પેટ્રોલીંગમાં દરમિયાન બાતમીના આધારે સલવાવ ધોડીયાવાડ ખાતે ભવાની માતાના મંદિરના ઓટલા ઉપર રેઇડ કરતા જુગાર રમતા ઇસમો પાસેથી રૂ.3950 કબજે લઇ આરોપી ગણેશ ઇશ્વર ધો.પટેલ, મિલન જયેશ ધો.પટેલ, સંજય જગદીશ ધો.પટેલ, અનિલ અમરત ધો.પટેલ, યોગેશ ધીરૂ ધો.પટેલ, હીરેન બિપીન ધો.પટેલ, દિનેશ નવીન ધો.પટેલ તમામ રહે.સલવાવ ધોડીયાવાડ દાદરી ફળિયું અને કલ્પેશ રતીલાલ ધો.પટેલ રહે.સલવાવ ધનાવાડી ને પકડી પાડી જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા કેસમાં વાપી ટાઉન પોલીસે સોમવારે મોડી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટી સુલપડ સ્થિત શિવજી મંદિરની પાસે ગણપતિજીના મંડપમાં રેઇડ કરતા 10 ઇસમો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.16,360 અને 8 મોબાઇલ કિં.રૂ.10,500 મળી કુલ રૂ.26,860નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સ્થળેથી આરોપી કમલેશ શિવાનંદ બિરાદર રહે.ચણોદ, વિમલ નરેંદ્ર સીંગ રહે.જૈન એન્જીનીયર વાપી, સંદિપ રામજનમ કનૌજિયા રહે.ભડકમોરા, હનુમતરાવ નવઅપ્પા કામળે રહે.ભડકમોરા, ભગેશ એલઅપ્પા પુજારી રહે.ચણોદ કોલોની, જ્વાલા શંકર મંડલ રહે.ભડકમોરા, દિપક અપ્પુ મંડલ રહે.સુલપડ, દિનેશ ઢેડકા પટેલ રહે.સુલપડ, સુજિત પ્રમોદ મંડલ રહે.મોટી સુલપડ અને નિરજ મુનિમ સરોજ રહે.ભડકમોરા ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...