દરોડા:વાપીના પ્રિન્સ માર્કેટમાં જુગાર રમતા 8 લોકોની ધરપકડ કરાઈ

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોકડા 1.36 લાખ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ

વાપી રેલવે સ્ટેશન નજીક આવેલ પ્રિન્સ માર્કેટના ફ્લેટમાં  જુગાર રમતા આઠ લોકોની ધરપકડ કરી એલસીબીએ રોકડા રૂપિયા એક લાખ છત્રીસ હજાર આઠસો કબજે કર્યો છે.  પારડી સુરત તેમજ વાપીના લોકો આ ફ્લેટમાં જુગાર રમતા ઝડપાયા હતા.

સ્થળ ઉપર રેડ કરતા  તેઓ હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા

જિલ્લા એલસીબી ને શનિવારે સાંજે બાતમી મળી હતી કે વાપી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રિન્સ માર્કેટના એક પ્લેટમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે.  જેથી સ્થળ ઉપર રેડ કરતા  તેઓ હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. એલસીબીની ટીમે અંગઝડતીમાંથી રૂપિયા ૫૦ હજાર તથા દાવ પરના રૂપિયા 10800 તેમજ 7 મોબાઈલ કિ. રૂ.41000 મળી કૂલ રૂ.1,36,800નો મુદ્દામાલ કબ્જે કરી 8 આરોપીઓની ધરપકડ કરી તમામ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ટાઉન પોલીસને સોંપી દીધી હતી. આ ફ્લેટમાં જુગાર રમવા માટે વાપી સહિત સુરત અને પારડીના ઈસમો પણ આવતા હોવાનું બહાર આવ્યું હતું. ફ્લેટમાલિક અમિત શાહ પણ આરોપીઓ સાથે ઝડપાયો હતો.

આ ઈસમો જુગાર રમતા ઝડપાયા
અમિત ઉર્ફે ગોટી ધનસુખલાલ શાહ પ્રિન્સ માર્કેટ વાપી, સુનિલ ધના દેસાઈ ઓમ સાઈ બિલ્ડીંગ દેસાઈવાડ વાપી , આદિલ ફતે તવર કુરેશી એપાર્ટમેન્ટ પારડી,  ભાવિક ભાવેશ શાહ વૈભવ એપાર્ટમેન્ટ વાપી , ગોપાલ માવજી પટેલ સુરત કામરેજ નવાગામ, ઇશતીયાક અબ્દુલ ગની શેખ નૂતન નગર વાપી , સલીમ હુસૈન કુરેશી સરવૈયા મંઝીલ ગીતાનગર , ધર્મેન્દ્ર રમણલાલ પટેલ નંદ સોસાયટી છરવાડા રોડ વાપી

અન્ય સમાચારો પણ છે...