હાલાકી:પારડી ફાટક 3 દિ’ બંધ રહેતા ચાલકોને 8 કિમીનો ચકરાવો

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોતીવાડા ફાટક પણ 3 દિવસ મેગા બ્લોકથી બંધ રહેશે

પારડી ફાટકનો ગેટ હટાવવાને લઇ 15 થી 17 નવેમ્બર 3 દિવસ સુધી રેલવે ફાટક બંધ રહેશેના પાટિયા લાગતા ચાલકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ મોતીવાડા ફાટક 16 નવેમ્બરથી બ્રિજની કામગીરીને લઇ 3 દિવસ સુધી બે કલાક રેલવેએ મેઘા બ્લોક આપ્યો છે.

પારડી ફાટક બંધ રહેવાને લઇ વાહન ચાલકોને 7થી 8 કિમીનો ચકરાવો થવાના કારણે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. જયારે ફાટક પણ બંધ રહેવાથી ઉદવાડા ફાટક, ગંગાજી ફાટક પરથી રોજના ચાલકો અવર-જવર કરાશે તેમજ અતુલના લોકો માટે અતુલ હરિયા ફાટકનો ઉપયોગ કરવાનો રહેશે મોતીવાડા ફાટક ઓવરબ્રિજ કામગીરી અંતિમ તબકકા તરફ રહી છે જેમાં હવે મોતીવાડા ફલાય ઓવરબ્રિજ ફાટકની મુખ્ય કામગીરી રેલવે ની 16 નવેમ્બરથી ત્રણ દિવસ સુધી બબ્બે કલાક માટે મેઘા બ્લોક ની કામગીરી રેલવેના અધિકારીની હાજરીમાં કરવામાં આવશે અને ત્યારબાદ રેલવે બ્રિજના સ્લેપ ભરવાની કામગીરીને લઇ ટૂંક સમય માં મોતીવાડા બ્રિજ જાન્યુઆરી પ્રથમ સપ્તાહમાં લોકાર્પણ થવાની આશા જાગી છે જેને લઇ દમણ ઉદવાડા તરફ અવર જવર કરવા માટે વાહન ચાલકોને ખુબ ઉપયોગી બનશે.

રોજના કંપનીમાં જતા શ્રમિકો, બીમાર દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ, વગેરે લોકોને પરેશાની દૂર થશે પરંતુ સોમવારના 15 નવેમ્બર થી પારડી ફાટક રેલવે ક્રૉશીંગ ગેટ હટાવવા માટે સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે ત્યારે ઉદવાડા અને ગંગાજી ફાટક ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...