તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી ટાઉન પોલીસે શુક્રવારે સુલપડ સ્થિત એક ચાલીમાં રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા 8 પરપ્રાંતિયની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.47,430નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસના કર્મીઓ શુક્રવારે પેટ્રોલીંગમાં હતા.
ત્યારે લોકરક્ષક કનકસિંહ દોલુભાને મળેલી બાતમીના આધારે સુલપડ ધોળીયાવાડ રીતેશની ચાલીના રૂમ નં.37ની અંદર રેઇડ કરતા 8 ઇસમો હારજીતનો જુગાર રમતા નજરે ચઢ્યા હતા. જેથી તમામને પોલીસની ઓળખ આપી બેસી રહેવાની જાણ કરી ચકાસણી કરતા રોકડા રૂ.47,430 કબજે લઇ આઠેય આરોપીઓ સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગારમાં ઝડપાયેલા આરોપીઓ
સપનકુમાર ભાસ્કરદેવ રહે.મોટી સુલપડ, ડોમન હરી મંડલ રહે.રીતેશની ચાલ ધોડીયાવાડ, છોટુ પરીમલ દેવ મોટી સુલપડ, રાજાબાબુ પુનમચંદ્ર દેવ મોટી સુલપડ, અર્જુન રાનુ પાવસે રહે.પક્કીની ચાલ મોટી સુલપડ, સંજય મોતીલાલ કૃપાલ રહે.રીતેશની ચાલ મોટી સુલપડ, વાલ્મીકી સંદીપ દેવ રહે.કલ્પેશની ચાલ સુલપડ અને અનામ અનાદી પટવધન રહે.મહેન્દ્રની ચાલ મોટી સુલપડ નાઓ પોલીસના હાથે જુગારમાં ઝડપાયા હતા. પકડાયેલા તમામ મુળ ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડીસાના રહેવાસી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.