ક્રાઈમ:પંડોરની વાડીમાં બર્થ ડે પાર્ટીમાં દારૂ મહેફિલ માણતા 8 ઝડપાયા

વાપીએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બર્થ ડે બોય, વાડીનો માલિક સહિત 12 વોન્ટેડ
 • 3 કાર સહિત 18.40 લાખનો મુદ્દામાલ કબજે

વાપી નજીકના પંડોરગામે બેજા ફળિયામાં આવેલી એક વાડીમાં શનિવારે રાત્રીએ એક યુવકે આપેલી બર્થ ડેની પાર્ટમાં દારૂ પીરસાતો હોવાની મળેલી બાતમીના આધારે ડુંગરા પોલીસે રેઇડ કરી હતી. જોકે, પોલીસને જોઇ 11 લોકો અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયા હતા. જ્યારે દારૂ પીધેલી હાલતમાં 8 જણા પોલીસના હાથે ઝડપાયા હતા.

વાપી નજીકના છીરીગામે વડિયાવાડમાં રહેતા અંકિત છોટુભાઇ પટેલનો શનિવારે જન્મદિવસ હોવાથી તેમણે મિત્રોને પાર્ટી આપી હતી. વાપી નજીકના પંડોરગામે બેજા ફળિયામાં મિલન પટેલની વાડીમાં રાત્રીએ શરાબ અને કબાબની પાર્ટી રાખવામાં આવી હતી. ડુંગરા પોલીસને દારૂ પાર્ટી અંગે બાતમી મળતાં જ ટીમ સાથે વાડીમાં રેઇડ કરી હતી. દારૂની મહેફિલ માણતા 8 યુવકો ઝડપાય ગયા હતા જ્યારે 11 ઇસમો અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયા હતા.

બર્થ ડે પાર્ટ ઓર્ગેનાઈઝ કરનાર અંકિત પટેલ, વાડીનો માલિક મિલન પટેલ સહિત 12 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે બનાવના સ્થળેથી 15 નંગ બોટલ, 9 મોબાઇલ, રોકડા 9370, 3 ફોર વ્હીલર કાર, મોપેડ મળી કુલ 18.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મોડી રાત્રીએ પોલીસ દ્વારા બર્થ ડેની દારૂની મહેફિલમાં રેઇડ કરતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હાલમાં ચાલતા કોવિડ 19 મહામારીને લઇને મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ અને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં પકડાયેલા તમામ આરોપીને કોરોના ટેસ્ટ માટે મોકલી અપાયા છે.

આ 8 આરોપી પોલીસના હાથે ઝડપાયા

 • 1 પારસ કાન્તીભાઇ કોળી પટેલ, સામરવરણી ફળિયા-રાતા
 • 2 બાલાજી માધવરાવ ગુંગડે રહે. કંચન નગર છીરી
 • 3 શૈલેશ મોહન કોળી પટેલ રહે. વડિયાવાડ, છીરી
 • 4 તેજશ ઠાકોરભાઇ કોળી પટેલ, મંદિર ફળિયા, બોરલાઇ
 • 5 જયકુમાર રમણભાઇ કોળી પટેલ રહે. વેરી ફળિયા, કોચરવા
 • 6 હર્ષ વિનેશભાઇ પટેલ રહે. પટેલવાડ, કોચરવા
 • 7 નિમિત સુરેશભાઇ પટેલ રહે. ગલી ફળિયા, કરવડ
 • 8 જિજ્ઞેશ પ્રેમાભાઇ પટેલ રહે. વડિયાવાડ, છીરી

અંધારાનો લાભ લઈ 12 ફરાર થયા

 • 1 અંકિત કેશુભાઇ પટેલ રહે. વડિયાવાડ, છીરી
 • 2 બિટ્ટુ સુરેશભાઇ પટેલ રહે. છીરી
 • 3 રાજેશ ઉર્ફે પુનીયો ઠાકોરભાઇ પટેલ રહે. છીરી
 • 4 ધર્મીન કોળી પટેલ રહે. કોચરવા
 • 5 આયુશ દિનેશ કોળી પટેલ રહે. વડિયાવાડ, કોચરવા
 • 6 સાગર ઉત્તમભાઇ પટેલ રહે કરવડ
 • 7 હાર્દિક ઉર્ફે હેપલ પટેલ રહે. કોચરવા
 • 8 હર્ષલ પટેલ રહે. કોચરવા
 • 9 બંકિમ રહે. કોચરવા
 • 10 વૃષભ સંજયભાઇ પટેલ રહે. વડિયાવાડ, કોચરવા
 • 11 એક અજાણ્યો ઇસમ
 • 12 મિલન પટેલ - વાડીનો માલિક
અન્ય સમાચારો પણ છે...