ધમધમાટ:જિલ્લામાં 1 માસમાં ચૂંટણી અંગે 77 ફરિયાદો, હેલ્પલાઇન પર કોલ આવ્યાં

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 ફરિયાદમાં ચૂંટણી આચારસંહિતાનો કોઈ ભંગ થતો ન હોવાથી રદ્દ કરવામાં આવી

વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક પર ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્રને છેલ્લા 30 દિવસમાં ચૂંટણી સંબંધિત 77 ફરિયાદ મળી હતી. જે તમામનો નિકાલ કરવામાં આવ્યો હતો. આસિવાય વોટર હેલ્પલાઈન 1950 પર છેલ્લા એક માસમાં 208 કોલ આવ્યા હતા. જ્યારે સી- વિજિલ કમ્પલેન્ટ (આદર્શ આચારસંહિતાસંબંધિત ફરિયાદો) 31 આવી હતી. જેમાંથી 26 ફરિયાદોનો રિટર્નિંગ ઓફિસર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે 5 ફરિયાદમાં ચૂંટણી આચારસંહિતાનો કોઈ ભંગ થતો ન હતો. જેથી આ ફરિયાદો રદ્દ કરવામાં આવી છે.

બીજી તરફ વલસાડ જિલ્લામાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહિલા સંચાલિત માત્ર એક મતદાન મથક હતુ. જેની સામે વર્ષ 2022માં 35 મતદાન મથકો મહિલા સંચાલિત હશે. વર્ષ 2017માં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત એક પણ મતદાન મથક ન હતા જેની સામે વર્ષ2022ની ચૂંટણીમાં 5 મતદાન મથક દિવ્યાંગ સંચાલિત હશે. મોડલ પોલિંગ સ્ટેશન વર્ષ 2017માં 1 હતા જે વર્ષ 2022માં 5 કરાયા છે. જોકે, ઉમેદવારો નક્કી થયા બાદ એક બીજા ઉપર આક્ષેપ બાજી શરૂ થશે જેને લઇ તંત્ર સતર્ક બન્યું છે.

મતદારો, ઉમેદવારો ચૂંટણી સંબંધિત ફરિયાદ માટે અહી હેલ્પ નંબર પર કોલ કરી શકે
જિલ્લામાં ઉમેદવારો કે લોકો ચૂંટણી સબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ કરવા માટે નેચે મુજબના સંબંધિત વિધાનસભામતવિસ્તારોના જનરલ, પોલીસ અને ખર્ચ અંગેના ઓબ્ઝર્વરના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકશે. મિતાલી નામચૂન જનરલ ઓબ્ઝર્વર-180 પારડી, 182 ઉમરગામ મો. 9316044236,રોશની અપરાંજ કોરાટી જનરલ ઓબ્ઝર્વર181 -કપરાડા મો. 9316074879,રેખા રાની જનરલ ઓબ્ઝર્વર 178-ધરમપુર,179 વલસાડ 8320878876ને કોલ કરી શકે છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ સેલ ખાતે ટોલ ફ્રી નંબર 1800-233-2610 કોલ કરી શકે છે.

વર્ષ 2017ની સરખામણીએ 2022માં 80 વર્ષથી વધુ વયના 9860 મતદારો વધ્યા
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 11,48,654 મતદારો હતા જેની સામે વર્ષ 2022ની ચૂંટણીમાં 13,26,592મતદારો છે. જેમાં 2017માં પુરૂષ મતદારો 5,94,008 અને સ્ત્રી મતદારો 5,54,646 હતા. જેની સામે 2022માં પુરૂષ મતદારો6,82,655 અને સ્ત્રી મતદારો 6,43,922 નોંધાયા છે. વિદેશી મતદારો 2017માં એક પણ ન હતા જ્યારે 2022માં 5 નોંધાયા છે. દિવ્યાંગ મતદારો 2017માં 2044 હતાજે 7579 વધીને 2022માં 9623 નોંધાયા છે. 80 વર્ષથી વધુ વયના 2017માં 17246 મતદારો હતો જેમાં 9860નો વધારો થતા2022માં 27106 થયા છે.

અન્ય સમાચારો પણ છે...