જનજાગૃતિ:રાજ્યમાં 71 લાખ રેશનકાર્ડ ધારકોને 2023-24 સુધીમાં સાદા ચોખાને સ્થાને ફોર્ટિફાઇડ ચોખા અપાશે

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીમાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા જનજાગૃતિ વર્કશોપ યોજાયો

આદિવાસી વિસ્તારોમાં ચોખાના વધુ સેવનને કારણે થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા જેવા રોગ થાય છે તેથી વર્ષ 2023-24સુધીમાં સરકારી યોજનાઓ હેઠળ 71 લાખ રેશનકાર્ડ ધરાવતા 3.5 કરોડ લોકોને સામાન્ય ચોખાના સ્થાને ગુણકારી ફોર્ટીફાઇડ ચોખા આપવામાં આવશે.આ શબ્દો શુક્રવારે વાપી ખાતે આવેલાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી નરેશ પટેલે કહ્યા હતાં.

અન્ન, નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ચલાની મેરીલ એકેડેમી ખાતે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટીફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનીમિયાના દર્દીઓ ઉપર થતી અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ફોર્ટિફાઇડ ચોખા વિશે અનેક અપ્રચાર પણ કરવામાં આવ્યા છે. પરંતુ આ ચોખા અદ્યતન લેબમાં બનાવવામાં આવે છે, ચોખાના લોટમાં લોહતત્વ, વિટામિન બી 12 અને ફોલિક એસિડ જેવાં મહત્વના તત્વો ઉમેરી ફોર્ટીફાઇડ ચોખા બનાવવામાં આવે છે. તેથી તેનું વજન સામાન્ય ચોખા કરતા ઓછું હોય છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા જેવા આનુવાંશિક રોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વર્ષ 2006થી સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ફોર્ટીફાઇડ ચોખા લોહતત્વની ગોળી કરતા વધુ ગુણકારી છે.તેમજ આ ચોખાના કોઈ ગેરફાયદા નથી, એનાથી માત્ર આરોગ્યમાં સુધારો જ થશે. મંત્રી જીતુભાઇ ચૌધરીએ કહ્યું હતું કે, ફોર્ટીફાઈડ ચોખા પ્લાસ્ટિકના ચોખા હોવાની ઘણી અફવાઓ પણ ફેલાઈ હતી. પરંતુ એ બધી અફવાઓ સરકારના માર્ગદર્શન દ્વારા દૂર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...