તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાપીમાં દારૂ સાથે 5 મહિલા સહિત 7ની ધરપકડ કરાઇ

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બસમાં નવસારી જાય તે પહેલા ઝડપાયા

વાપી પોલીસે શુક્રવારે વૈશાલી બ્રિજ ઉતરતા રોડની બાજુમાં બેસેલી ત્રણ મહિલા ઉપર શંકા જતા તેમની પાસે રાખેલ બેગની ચકાસણી કરતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બોટલ નંગ-239 કિં.રૂ.25,100નો દારૂ કબજે લઇ આરોપી ગીતાબેન રઘુભાઇ રાજપુત રહે.વાપી ચણોદ, લલીતાબેન રઘુનાથ વર્મા અને ચંદ્રાવતીદેવી નંદલાલ ગુપ્તા બંને રહે.ઉધના સુરતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી બાજુ વાપી ટાઉન પોલીસે શુક્રવારે વાપી બસ ડેપો ઉપર બાતમીના આધારે વોચ રાખતા રિક્ષા નં.જીજે-15-ટીટી-80માં દમણથી દારૂ લઇ આવતા બે મહિલા અને બે પુરૂષની ધરપકડ કરી હતી. પોલીસે દારૂની બોટલ અને પેટ્રોપેક નંગ-219 કિં.રૂ.27,100નો મુદ્દામાલ કબજે લઇ આરોપી આસ્માબેન સરફરાજ શેખ, ફરહાના અબ્બાસ, રવિન્દ્ર યુવરાજ ગાવાની ત્રણેય રહે.નવસારી અને રિક્ષાચાલક રોહીત લાલવંત પાલ રહે.વાપી નામધાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો