ધરપકડ:વાપીના કોન્ટ્રાક્ટરને લોનના નામે 7. 60 લાખ ઠગાનારા બે ઝડપાયા

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઈનાન્સ કંપનીના નામે ચેક લઈ રૂપિયા ઉપાડ્યા

વાપીના ઇલેકટ્રિક કોન્ટ્રાક્ટરને પર્સનલ લોન આપવાના બહાને ચેક લઇને બેંક ખાતામાંથી રૂપિયા કાઢી લઇને 7 લાખ 60 હજારની છેતરપિંડી કરનાર બે આરોપીને વાપી ટાઉન પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે.

ભીલાડ નજીકના કરમબેલા સ્થિત ગ્રીન એક્ઝોટિકામાં રહેતા સંજય ગોપાલભાઇ ચૌહાણ વાપીમાં સેલવાસ રોડ સ્થિત તિરૂપતિ ટાવરમાં અવિ ઇલેકટ્રિક નામક ઓફિસ ધરાવીને કોન્ટ્રાકટનુંક કામ કરે છે. ગત જાન્યુઆરી માસમાં તેમની ઓફિસમાં મનીષ ઠાકુર અને દયારામ દમણિયા નામક બે ઇસમોએ મુંબઇની એલએન્ડટી ફાયનાન્સ ઓફિસમાંથી આવું છું અને પર્સનલ લોન આપીએ છીએ એમ કહીને ઓળખ આપી હતી. ફરિયાદીને પર્સનલ લોન આપવાની લાલચ આપીને ડોક્યુમેન્ટ અને વાપી ખાતે આવેલા બેંક એકાઉન્ટના ચેક લઇ લીધા હતા.

આરોપી મનિષ ઠાકુરે 7, 35, 000ની રકમ ભરીને બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યારે 5 લાખ અમદાવાદની પિન્કો ફેબ નામક કંપનીમાં ટ્રાન્સફર કર્યા હતા. બાકીના 2, 35, 000 રોકડા ઉપાડી તથા અન્ય ખાતામાંથી 25 હજાર દયારામ દમણિયાના નમે રોકડા રૂપિયા ઉપાડી કુઇ 7 લાખ 60 હજારની ઠગાઇ કરી હતી.

આ અંગે ફરિયાદી સંજય ચૌહાણે બુધવારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ પરમાર અને તેમની ટીમ અમદાવાદ પહોંચીને બે આરોપી મનિષ વિજયભાઇ ઠાકુર અને ધીરજ સુધાકર માજરેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...