વલસાડ જિલ્લામાંથી 4608 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,પરંતુ રવિવારે 60 ટકા ઉમેદવારો જ હાજર રહ્યા હતાં. 4608માંથી 2772 ઉમેદવારો હાજર રહ્યાં હતાં. જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા વહીવટી સેવા વર્ગ-1,ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1,2 અને ગુજરાત નગરપાલિકા મુખ્યઅધિકારી સેવા વર્ગ-2ની પ્રીલિમનરી પરીક્ષા રવિવારે લેવામાં આવી હતી.બાઈ આવાબાઈ હાઈસ્કૂલ સેન્ટર, હાલર રોડ,વલસાડ, જી.વી.ડી. સાર્વજનિક હાઈસ્કૂલ,સેન્ટરએ,નાન ી મહેતવાડ, વલસાડસમીર દોલત દેસાઈ રાષ્ટ્રીય હિંદી સ્કૂલ, ગુજરાતી પ્રાથમિક શાળા સામે, છતરીયા, વલસાડ, સ્વામિનારાયણ વિદ્યાલય, તારાબાગ સોસાયટી, કૈલાસ ક્રોશ રોડ, પારડી સાંઢપોર સહિતના પરીક્ષા કેન્દ્રો પરથી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
શિક્ષણ અધિકારીના જણાવ્યાં મુજબ પ્રશ્નપત્ર-1માં કુલ 4608માંથી 1863 (40.43 ટકા)ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 2745 (59.57 ટકા) ઉમેદવારો હેજર રહ્યા હતાં. જયારે પ્રશ્નપત્ર-2માં કુલ 4608માંથી 1836 (39.84 ટકા)ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જયારે 2772 (60.16 ટકા) ઉમેદવારો ગેરહાજર રહ્યા હતાં. આમ સરકારી પરીક્ષામાં ઉમેદવારો વધુ ગેરહાજર જોવા મળી રહ્યાં છે. રજિસ્ટ્રેશન કરાવ્યાં બાદ ઉમેદવારો પરીક્ષામાં ફરકતાં નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.