તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દમણમાં બે દિવસના વિરામ બાદ ફરી કોરોનાના 6 કેસ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનહમાં 3 પોઝિટિવ, 23 એક્ટિવ કેસ

દમણ જિલ્લામાં રવિ અને સોમવારે કોરોના પોઝિટિવનો એકપણ કેસ નોંધાયો ન હતો જોકે, મંગળવારે ફરીથી 6 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 24 ઉપર પહોંચી છે.\nસંઘપ્રદેશ દમણ આરોગ્ય વિભાગે મંગળવારે 617 સેમ્પલ લીધા હતા એ પૈકી 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. દમણમાં કોરોના કેસમાં ઘટાડો થતાં જ આંશિક અનલોક કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ પડોશના ગુજરાત રાજ્યમાં પણ અનલોક અને કરફયુમાં છૂટછાટ મળતાં મોટી સંખ્યામાં લોકો દમણ ફરવા માટે આવી રહ્યા છે.

મંગળવારે કોરોના ગ્રસ્ત 2 દર્દી રીકવર થતાં કોવિડ ફેસિલિટી સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. દમણમાં મંગળવારે 3 વેક્સિનેસન સેન્ટર ઉપર 18થી વધુ વયના વ્યક્તિઓમાં કુલ 2,195 ડોઝ આપવામાં આવ્યા હતા. બીજી તરફ દાનહમાં મંગળવારે 3 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે અહીં કુલ 23 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 5787કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે. RTPCRના 218 ટેસ્ટમાંથી 1 અને રેપિડના 2370 ટેસ્ટમાંથી 3 પોઝિટિવ આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...