તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાપી નજીક લવાછામાં ધુળેટીના દિવસે જુગાર રમતા 6ની ધરપકડ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રોકડા,ફોન, 3 બાઇક મળી 81,530નો મુદ્દામાલ કબજે

વાપીના ડુંગરા પોલીસે ધુળેટીના દિવસે લવાછામાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા 6 જુગારીયાની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા, મોબાઇલ અને બાઇક મળી કુલ રૂ.81,530નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડુંગરા પોલીસની ટીમ સોમવારે ધુળેટીના દિવસે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન લવાછા ગોદામ ફળિયામાં ખુલ્લી જગ્યાએ કેટલાક ઇસમો જુગાર રમી રહેલા હોવાની બાતમી મળતા સ્થળ ઉપર રેઇડ કરતા 6 જેટલા ઇસમો ગોળ કુંડાળું વાળી બેસેલા મળતા તેઓને સ્થળ ઉપર જ બેસી રહેવા જણાવાયું હતું. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.11,030 અને મોબાઇલ નંગ-5 કિં.રૂ.20,500 તથા બાઇક નંગ-3 કિં.રૂ.50,000 મળી કુલ રૂ.81,530નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડુંગરા પોલીસે જુગાર રમતા આરોપી દિલીપ ઢેડા પટેલ કેસલી ફળિયા, શૈલેષ લાખણ પટેલ દેસાઇ ફળિયા, રણજીત ખુશાલ પટેલ પીપરીયા, દિનેશ ચતુર પટેલ ડોઇફોડા ફળિયા, ચંદુ નગીન પટેલ ડોઇફોડા ફળિયા અને મનોજ ધનસુખ પટેલ કેસલી ફળિયા તમામ રહે.લવાછા ની ધરપકડ કરી હતી.

તામછડીમાંથી ચાર જુગારીયા ઝડપાયા
ધરમપુર પોલીસે તામછડી તાડપાડા ફળીયા હટવાડાની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચકલી પોપલીનો હારજીતનો જુગાર રમી રમાડતા પેણધાના ગણેશ કાનાત, મેણધાના ગણેશ ભાંવર, પેણધાના ગમન દાધવ અને તામછડીના નિતેશ સાપટાને પકડી પાડયા હતા. પોલીસે ચકલી પોપલીના અલગઅલગ ચિત્ર વાળુ કાગળનું બોર્ડ અને જુગાર રમાડનારની બેગ તથા રમનારા ત્રણની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 16,500 તથા દાવના રોકડા રૂપિયા 1060 મળી કુલ રૂપિયા 17,560નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો