તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફ્લેટ ભાડે રાખી જુગાર રમતા 6ની વાપીના છીરીથી ધરપકડ, રોકડા- મોબાઇલ મળી કુલ 80,730નો મુદ્દામાલ કબજે

વાપી25 દિવસ પહેલા
 • કૉપી લિંક

એલસીબીની ટીમે રવિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે છીરી ક્રિષ્ણાપાર્ક વિજયકાંટા પાછળ આવેલ અનમોલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રૂમ નં.303માં રેઇડ કરતા બેડરૂમમાં 6 ઇસમો જુગાર રમતા દેખાઇ આવ્યા હતા. જેથી તમામને સ્થળ ઉપર બેસી રહેવા કહી ચકાસણી કરતા દાવ ઉપરના રોકડા રૂ.9,500 તથા અંગઝડતીમાંથી રૂ.50,730 તેમજ 4 મોબાઇલ કિં.રૂ.20,500 મળી કુલ રૂ.80,730નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે આરોપીઓ સામે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપાઇ હતી.

આ આરોપીઓ રમતા ઝડપાયા
પોલીસે રૂમ ભાડે રાખનાર સદ્દામ સહિત કાસીમ ફરમાન મંડલ રહે.છીરી નુરૂની ચાલીમાં, જબ્બરઅલી સદેર મંડલ રહે.છીરી નુરૂની ચાલીમાં, મોનોતોષ ખીતીશ અધિકારી રહે.ગીતાનગર રહીમની ચાલીમાં, સુરતઆલી શહીદુલ ગાજી રહે.છીરી સાંઇભક્તિ એપાર્ટમેન્ટ, બીભાશ સુરેન્દ્રપ્રસાદ સીંગ રહે.વાપી નુતનગૃનગર આર્યાહાઇટ્સ સામે અટકાયતી પગલા લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો