તપાસ:વાપીથી ચેક ચોરી રાજસ્થાનમાં 5.31 લાખના દાગીના ખરીદ્યા

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરવડ કે.બી.પેકેજીંગના સુપરવાઇઝરે ચોરી કરી હતી

વાપીના કરવડ સ્થિત એવરસાઇન ઇન્ડસ્ટ્રીઝના સુપરવાઇઝરે કંપની માલિકના ચેકની ચોરી કરી મિત્રને આપી દેતા તેણે રાજસ્થાનના એક જ્વેલર્સથી 5.31 લાખના દાગીનાની ખરીદી કરતા સંચાલકને મોબાઇલ ઉપર તેનો મેસેજ આવ્યો હતો. જે બાદ પોલીસમાં બંને સામે ફરિયાદ કરાઇ હતી.

વાપીના ચલા મુક્તાનંદ માર્ગ ખાતે પ્રમુખ સહજમાં રહેતા અને કરવડ ખાતે એવરસાઇન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ખાતે કે.બી.પેકેજીંગના નામે કંપની ચલાવતા સોહન માલચંદ શર્માએ બુધવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, કંપનીમાં 10 માણસો કામ કરે છે અને તેમાં વતન નાગોર ખાતે રહેતા દુરના સંબંધી પવનકુમાર બાબુલાલ શર્મા સુપરવાઇઝર તરીકે કામ કરે છે અને તેમની સાથે જ રહે છે.

મંગળવારે બપોરે ફરિયાદીને રાજસ્થાનથી નાના ભાઇ રાહુલનો કોલ આવ્યો હતો અને જણાવેલ કે, જોધપુર રાજસ્થાન ખાતે સુદર્શન જ્વેલર્સને રૂ.5,31,576નો ચેક આપેલ છે કે કેમ. કોઇ ચેક આપેલ નથી તેવી વાત કરવા બાદ ગુંજન ખાતે આવેલ યશ બેન્કના મેનેજરને વાત કરતા તેમના જ ચેકથી આરટીજીએસ ક્લીઅર થઇ ગયેલ છે તેવી વાત કરતા જ્વેલર્સના ઓમજી સોનીને ચેક ન આપ્યા હોવાની વાત કરી હતી.

જેથી તેમણે જોધપુર પોલીસ સ્ટેશનમાં ચેક આપનાર ઇન્દ્રસીંગ ઉર્ફે હેપ્પી રાજપુતને પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા તેને આ ચેક ફરિયાદીના સંબંધી પવન બાબુલાલ શર્માએ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી સાથે રહેતા પવનને પૂછતા તેણે જણાવેલ કે, 25 ઓગષ્ટ 2020ના રોજ તેણે જ યશ બેન્કનો ચેક મિત્ર ઇન્દ્રસિંગને આપ્યા હતા. એકબીજાની મદદગારી કરનારા આરોપી પવન અને ઇન્દ્રસીંગ સામે ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...