મતદાન:ચણોદના 51500 ઉમરગામનું અને પારડીના 76759 મતદારો કપરાડાનું પરિણામ બદલી શકે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને વિધાનસભાના ઉમેદવારોનું ભાવિ પાડોશી તાલુકાના મતદારોના હાથમાં રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરાડા અને ઉમરગામ બેઠકના ઉમેદવારોનું ભાવિ પાડોશી તાલુકાના મતદારોના હાથમાં રહે છે.કારણ કે વાપી-પારડીના 34 ગામો કપરાડા મત વિસ્તારમાં આવતાં હોવાથી અહીના 76759 મતદારો નિર્ણાયકની ભુમિકા ભજવે છે. જયારે વાપીના ડુંગરા અને ચણોદ મત વિસ્તાર ઉમરગામ વિધાનસભામાં આવે છે. અહીના 51500 મતદારો ઉમરગામ વિધાનસભામા ઉમેદવારોનું ભાવિ નક્કી કરે છે. જેથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારો પાડોશી તાલુકાના મતદારોને રિઝવવા મહેનત કરે છે.

વલસાડ જિલ્લાની પાંચ બેઠક માટે 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં કપરાડા અને ઉમરગામના ઉમેદવારોનું ભાવિ પાડોશી તાલુકાના મતદારો નકકી કરશે.કપરાડા વિધાનસભા મત વિસ્તારના કુલ 257 બુથોમાં 257538 મતદારોનો સમાવેશ થાય છે.જેમાં પારડી તાલુકાના 21 ગામોના 51 બુથોના કુલ મતદાર 45707, વાપી તાલુકાના 13 ગામના 32 બુથોના કુલ મતદારો 31052 તથા કપરાડાના 129 ગામના 223 બુથ પર 190779 મતદારો મતદાન કરશે.

વાપી-પારડીના 76759 મતદારો કપરાડાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.વર્ષોથી વર્તમાન ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને આ ગામોમાંથી લીડ મળી હતી.જયારે ઉમરગામ મત વિસ્તારમાં કુલ 285395 મતદારો મતદાન કરશે. જેમાં વાપી પાલિકાના ડુંગરા વોર્ડ નં. 5, ચણોદ ગામ,કોલોની સહિતના 43 બુથો પર 51500 મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારો ઉમરગામના વિજેતા ઉમેદવાર કોણ બનશે તે ફાઇનલ કરશે. આ મતદારો નિર્ણાયક ભુમિકા વર્ષોથી ભજવે છે.

ગ્રાન્ટમાં પણ વિભાજન કરવું પડે છે
કપરાડા અને ઉમરગામ વિધાનસભામાં પાડોશી તાલુકાના કેટલાક ગામો સમાવિષ્ટ છે. જેથી કપરાડા વિધાનસભા મત વિસ્તારની ગ્રાન્ટમાંથી વાપી અને પારડી તાલુકાના કેટલાક ગામોમાં વિકાસના કામો થાય છે.તેવી જ રીતે ઉમરગામ વિધાનસભાની ગ્રાન્ટમાંથી ડુંગરા અને ચણોદ વિસ્તારના વિકાસના કામો થાય છે. સરકારની ગ્રાન્ટનું વિભાજન કરવું પડે છે.

અન્ય ગામના મતદારો લીડ મહત્વની રહે છે
રાજકીય નિષ્ણાત પરેશ દેસાઇએ જણાવ્યું હતું કે વર્ષોથી ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં ડુંગરા અને ચણોદ વિસ્તારના મતદારો નિર્ણાયક સાબિત થયાં છે. તેવી જ રીતે વાપી અને પારડીના 34 ગામોના મતદારો પણ કપરાડા વિધાનસભા માટે નિર્ણાયક રહે છે. અન્ય ગામના મતદારો વર્ષોથી લીડ નક્કી કરે છે.કપરાડા અને ઉમરગામની આ બંને બેઠકનું મતદાન શહેરી વિસ્તારમાં આવતુ હોવાથી ભૂતકાળમાં ભાજપને ફાયદો કરાવ્યો છે. જેને લઇને આ ચૂંટણીમાં તમામ પક્ષો નજર રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...