તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:અમદાવાદ-વલસાડ વચ્ચે ટ્રેનમાં મહિલાના 5.12 લાખના ઘરેણાં ભરેલી બેગની ઉઠાંતરી

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુંબઇની મહિલા રાજસ્થાનથી પરત જઇ રહી હતી

વલસાડ રેલવે સ્ટેશન ઉપર થોભતી દાદર બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી મુંબઇની એક નિદ્રાધિન મહિલાએ ઉંઘમાંથી ઉઠીને જોતા તેણીના 16 તોલાના સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.5.12 લાખની મતા ભરેલી બેગની ઉઠાંતરી થઇ ગઇ હતી.આ મહિલાએ કોચમાં તપાસ કરવા છતાં બેગ ન મળતાં છેવટે વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મુંબઇના સીપી ટેંક સર્કલ,આનંદ ટેરેસ,પ્રથમ માળ,ફલેટ નં.13માં રહેતી 52 વર્ષીય મહિલા લીલાબેન ફોજમન દોશી તેના 4 પૂત્રો જિતેન્દ્ર,ઉ.વ.33,અમિત ઉ.31,પંકજ ઉ.29,ચિરાગ ઉ.26 અને વહૂ કોમલ જિતેન્દ્ર,ઉ.29,મનિષા પંકજ ઉ.26 તેમજ નાના બાળકો શિવાંશ ઉ.4,વિવાન ઉ.3,નિવાન ઉ.2 સાથે રાજસ્થાનના સાંચોર ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા.જ્યાં કાર્યક્રમ પતાવીને તેઓ બિકાનેર દાદર એક્સપ્રેસમાં રિઝર્વ કોચમાં મુંબઇ આવવા રવાના થયા હતા​​​​​​​.

મુસાફરી દરમિયાન તેમણે 16 તોલા સોનાચાંદીના દાગીના,રોકડ રકમ સહિત કુલ રૂ.5.12 લાખની મતા ભરેલું હેન્ડબેગ માથાના ભાગે સીટ ઉપર મૂક્યું હતું.રાત્રે 11.30 વાગ્યે ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડી હતી.લીલાબેન તથા પરિવાર ટ્રેનમાં મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે વચ્ચે વલસાડ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન થોભતાં લીલાબેન ઉંઘમાંથી ઉઠી ગયા હતા.તેમણે સીટ ઉપર માથાના ભાગે મૂકેલું હેન્ડબેગ નહિ મળતાં તપાસ કરી છતાં કોઇ પત્તો ન મળતા ચોરી થઇ ગયું હોવાનું જણાયું હતું.છેવટે તેમણે વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સૂતેલા મુસાફરોને નિશાન બનાવતા તસ્કર
ટ્રેનમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરતા પેસેન્જરો ઉંઘમાં પડી જાય ત્યારે ચોર ઇસમો તેમને ટાર્ગેટ કરતા હોવાનું આ કેસમાં જણાઇ રહ્યું છે.આ કેસમાં પણ સીટ ઉપર માથાના ભાગે બેગ મૂકી મહિલા સૂઇ ગઇ હતી.જેને ટાર્ગેટ કરી ચોર ઇસમે મોટી મતા ભરેલા બેગની સિફતપૂર્વક ઉઠાંતરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો