ચકાસણી:વાપીમાં 1089 મીટરોની તપાસમાં 51માં ગેરરીતિ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 ટીમે ત્રાટકી 26.98 લાખનો દંડ ફટકાર્યો

વાપી ટાઉન, રૂલર અને વેસ્ટ પેટા વિભાગીય કચેરીમાં સમાયેલા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સુરત વિજીલેન્સની ૨૬ ટીમોએ ઓચિંતી વીજ મીટરોની ચકાસણી હાથ ધરી હતી.જે દરમિયાન 1089 વીજ મીટરો ચેક કરતા ‍‌‍51માંથી ગેરરીતિ પકડાઇ હતી. વીજ કંપનીએ કુલ રૂ.26.98 લાખનો દંડ ફટકરાયો હતો.જેને લઇ વીજ ચોરી કરતાં ગ્રાહકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

મીટર સાથે છેડા અથ‌વા લાઇન પરથી વીજ ચોરી કરતાં ગ્રાહકોને ડીજીવીસીએલની ટીમે ઝડપી પાડયા હતાં. સમયાંતરે ડીજીવીસીએલનું અભિયાન છતાં પણ વીજ ચોરી અટકતી નથી. વાપી ટાઉન, રૂરલ વિસ્તારમાં વીજ ચોરીના દરોડાથી વાત ગ્રાહકોમાં વહેલી સવારે પ્રસરી ગઇ હતી. લાંબા સમય પછી વીજ કંપનીની વિજીલન્સ ટીમે વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી. કામગીરીના પગલે ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...