જાગૃતિનો અભાવ:વાપીની એક સ્કૂલમાં 50 % વિદ્યાર્થીઓએ રસી ન લીધી, વાલીઓએ ના પાડતાં કર્મીઓ પણ ચોંકી ઉઠયા

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વાપી શહેર અને તાલુકાની 22 સ્કૂલોમાં સોમવારથી વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જ મોટા ભાગની શાળાઓમાં 80થી 85 ટકા વેક્સિનેશન થયુ હતુ, પરંતુ એક સ્કૂલમાં માત્ર 50 ટકા જ વિદ્યાર્થીઓએ રસી લીધી હતી. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે વાલીઓએ ના પાડતાં વિદ્યાર્થીઓએ રસી લીધી ન હતી. વાપી આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે સોમવારે વાપીની સ્કૂલોમાં વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ એક સ્કૂલમાં 750 વિદ્યાર્થીઓ 15થી 17 વર્ષની ઉંમરના છે.

જેમાંથી માત્ર 350 વિદ્યાર્થીઓએ એટલે 50 ટકા વિદ્યાર્થીઓએ રસી લીધી છે. આ સ્કૂલમાં વાલીઓએ રસી માટે અસહમતિ દર્શાવી છે. વાલીઓની ના પાડતાં અહી ઓછુ વેક્સિનેશન થયું છે. બીજી તરફ ઉપાસના, દેસાઇ એનડીએન સ્કૂલ, જ્ઞાનધામ સ્કૂલ, એલ. જી. હરિયા સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ, કિષ્ના સ્કૂલમાં વેક્સિનેશનને સારો પ્રતિસાદ મળ્યો હતો. અહી વાલીઓએ પણ વિદ્યાર્થીઓ રસી લે તેવી સમંતિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...