એલસીબી પીઆઇ વી. બી. બારડના માર્ગદર્શન હેઠળ તેમની ટીમો કાર્યરત હતી. ત્યારે બાતમીના આધારે વાપી કોળીવાડ ઇન્ડીયન બેંકની પાછળ યાદવ માર્કેટમાં આવેલ આરીફના ભંગારના ગોડાઉનમાંથી વલવાડા BSNL ટેલિપોન એક્ષ્ચેન્જ ટાવરની નાની મોટી બેટરી નંગ-48 કિં.રૂ.48,000 તથા 4 મોબાઇલ કિં.રૂ.20,000 અને કાર કિં.રૂ.3,00,000 મળી કુલ રૂ.3,68,000નો મુદ્દામાલ કબજે લઇ 5ની ધરપકડ કરી હતી.
આ પાંચ આરોપીની ધરપકડ કરાઇ
એલસીબીએ આરોપી મોહમદશુભરાતી અંસારી રહે.વાપી કોળીવાડ, વિકાસ ગોવિંદપ્રસાદ વર્મા રહે.વાપી ચણોદ કોલોની, સંતોષ મોહન લુનાર રહે.ભડકમોરા વાપી, રોશનકુમારફકીર રામ રહે.ચણોદ કોલોની અને મોહમદ નસીમ બદરૂદ્દીન ખાન રહે.છીરી વાપી ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મોહમદનસીમ વર્ષ-2012માં વાપી જીઆઇડીસીમાં ચોરીના કેસમાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે વિકાસ વર્મા દારૂના કેસમાં પકડાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.