કોલસાની અછત:કોલસો ન મળતાં વાપી GIDCની 40 પૈકી 5 પેપર મિલમાં પ્રોડક્શન બંધ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોલસાના ત્રણ ગણાં ભાવો અને એડવાન્સ પેમેન્ટ સિસ્ટમથી હાલત કફોડી બની

ભારતના 72 થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસો ખૂટતાં તેની સીધી અસર ઉદ્યોગો પર પડી રહી છે. કોલસાના ત્રણગણા ભાવો અને એડવાન્સ પેમેન્ટના કારણે વાપીની પેપરમિલોની હાલત કફોડી બની રહી છે. વાપી જીઆઇડીસીની 40 પૈકી 5 પેપરમિલોમાં કોલસાનાં અભાવે કામગીરી ઠપ થઇ ગઇ છે. આ પાંચેય પેપરમિલોમાં પ્રતિદાન 500 ટન પેપરનું ઉત્પાદન થતું હતું.

આગામી દિવસોમાં અન્ય પેપરમિલો પણ બંધ થઇ શકે છે. ઉદ્યોગોમાં કોલસાના પ્રતિ ટન રૂ.5000 હતા, પરંતુ હાલ આ ભાવ રૂ.15 હજાર પર પહોંચ્યો છે. કોલસાની આયાત ઘટી જતાં પેપરમિલોને સપ્લાય ઓછી થઇ રહી છે. આવી જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં અન્ય પેપરમિલોને પણ તાળા લાગશે. વાપીની પેપરમિલોમાં મહિને 60 હજાર ટન કોલસાનો વપરાશ થઇ રહ્યો છે. પણ કોલસાની અછત ઊભી થઇ રહી છે.

રોજ 500 ટન પેપર ઉત્પાદન થતું હતું
વાપીમાં પેપરમિલોનું વર્ષે 10 હજાર કરોડનું ટર્નઓવર છે. મહિને 60 હજાર ટન કોલસાનો વપરાશ થાય છે. કોલસાની અછતના કારણે વાપી થર્ડ ફેઇઝ, ફોર્ટી શેડ, ફસ્ટ ફેઇઝ વિસ્તારની પાંચ પેપરમિલો બંધ થઇ છે. આ પાંચેય પેપરમિલોમાં રોજનું 500 ટન પેપરનું ઉતત્પાદન થતું હતું.

સીધી વાત| સુનિલ અગ્રવાલ, ગુજરાત પેપરમિલ એસોશિયન

  • ​​​​​વાપીમાં કોલસાની અછતથી કેટલી પેપરમિલો બંધ થઇ છે ? હાલ સ્થિતિ શું છે ? - પેપરમિલો સૌથી ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. કોલસાના ભાવો વધતાં હાલ 40 પૈકી 5 પેપરમિલો બંધ થઇ છે.
  • કેટલા સમયમાં સ્થિતિ સામાન્ય થવાની સંભાવના લાગે છે ? - સરકારે જલ્દી પ્રશ્ન હલ થવાની ખાતરી આપી છે, પરંતુ નાણાંકીય ખેંચના કારણે પેપરમિલો બંધ થઇ રહી છે. સમય ઘણો નિકળી જશે.
  • વાપીની પેપરમિલોમાં હાલ રોજના કેટલો કોલસો મળી રહ્યો છે ? - ત્રણ ગણા ભાવોના કારણે કોલસાની ખરીદી માલિકો વિચારીને કરીને રહ્યાં છે. ભાવો એટલા ઊંચા છે કે હાલ કોલસાની અછત સાથે છે અને ઉદ્યોગકારોને પરવડે તેવા ભાવો નથી.
અન્ય સમાચારો પણ છે...