તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ડાભેલમાં ગલ્લામાંથી 5 કિલો ગાંજો ઝડપાયો

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંજા વેચતો યુવકની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ મળ્યા

દમણના ડાભેલ સ્થિત તળાવ નજીક આવેલા અેક પાનના ગલ્લામાં ગાંજો વેચતા યુવકની પોલીસે ધરપકડ કરીને દુકાનમાંથી અંદાજે 5 કિલો ગાંજાનો જથ્થો કબજે લીધો હતો. હાલમાં કોવિડ મહામારીને લઇ દમણ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાનુની કાર્યવાહી રોકવા માટે દમણની દરેક ચેકપોસ્ટ અને બોર્ડર ઉપર પોલીસ સધન ચેકિંગ કરી રહી છે. આ દરમિયાન મંગળવારે દમણ પોલીસને બાતમી મળી હતી કે, ડાભેલના ચંચળ તળાવ નજીક ગુપ્તા પાન સેન્ટરનો સંચાલક ગેરકાયદે નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે.

દુકાનમાં ગેરકાયદે ગાંજો રાખવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળતાં જ પોલીસે રેઇડ કરી હતી. દુકાનમાંથી પોલીસને 4 કિલો 958 ગ્રામ ગાંજો મળ્યો હતો જેની પૃષ્ટિ વલસાડ એફએસએલ ટીમે કરી હતી. પોલીસે પાનની દુકાનના સંચાલક રંજીત મહેન્દ્ર શાહ રહે. ડાભેલ મૂળ રહે. જમુઇ બિહારની ધરપકડ કરીને તેમની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીને બુધવારે કોર્ટમાં રજૂ કરી પોલીસે 14મી જુન સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...