ધરપકડ:ગુંજનમાં બિલ્ડીંગના ટેરેસ પર દારૂની પાર્ટી કરતા 5 પકડાયા

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર- ખાદ્ય સામગ્રી અને ફોન મળી 5.19 લાખનો માલ કબજે

એલસીબીની ટીમ 1લી જાન્યુઆરીની રાત્રે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. થર્ટી ફર્સ્ટની નાઇટમાં પોલીસના ડરથી પાર્ટી ન કરનારા ઇસમોએ બીજા દિવસે દારૂની મહેફિલ માણતાની બાતમી મળતા પોલીસની ટીમ ગુંજન મોરારજી સર્કલ સ્થિત ગુજરાત હાઉસીંગ બોર્ડના બિલ્ડીંગ નં.48ના ટેરેસ ઉપર રેઇડ કરતા ત્યાં 5 ઇસમો દારૂની મહેફિલ માણતા નજરે ચઢ્યા હતા.

સ્થળ ઉપરથી પોલીસે એક બ્લેક ડોગ, 100 પાઇપર, થમ્સઅપ, પાણીની બોટલ, કુરકુરે તથા ખાલી ગ્લાસની સાથે સાથે એક સ્વીફ્ટ કાર નં.જીજે-15-સીડી-8570 મળી કુલ રૂ.5,19,620નો મુદ્દામાલ કબજે લઇ પાંચેય સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઝડપાયેલા આરોપી
એલસીબીએ આરોપી લલિત નાનુભાઇ મારકણા રહે.ગુંજન હાઉસીંગ, નાનકસીંગ અજીતસીંગ સલુજા રહે. હાઉસીંગ, અભિષેક રાજેશ આચાર્ય રહે. હાઉસીંગ, ઉમેર અલીઅહમદ શેખ રહે. હાઉસીંગ અને રોહીત બ્રહ્મા યાદવ રહે. ટાટા કેરવેલની બાજુમાં આવેલ ગેરેજમાં ને પકડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...