સેલવાસ ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન યુ.એમ.નંદેશ્વર ચેરમેન જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દાનહના માર્ગદર્શનમાં કરાયું હતુ. જેમાં કુલ 929 કેસો આવ્યા હતાં. જેમાંથી 474 કેસોનું સમાધાન કરાયું છે. આ સમાધાન થયેલા કેસોમાં કુલ ત્રણ કરોડથી વધુ રકમનું સમાધાન કરાયું હતું. જેમાં કેટલાક જુના કેસો પણ સામેલ હતા. આ લોક અદાલતમાં બે પેનલ બનાવી હતી.
આ લોક અદાલત દીવાની ન્યાયાધીશ અને મુખ્ય ન્યાય દંડાધિકારી વાય.એસ.પેથનકર અને દીવાની ન્યાયાધીશ અને ન્યાયિક મેજીસ્ટ્રેટ ડી.પી.કાલેની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી જેમાં બેંકના અધિકારીઓ બાર એસોસિયેશનના સભ્યો સહિત મોટી સંખ્યામાં અરજદારો અને સામા પક્ષકાર હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.