તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સંઘપ્રદેશની 40 સ્કૂલે ધો.10ના માર્કસ ઓનલાઇન ન મુકતાં ભારે મથામણ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ દિવસે વલસાડ શિક્ષણ વિભાગ મદદે આવ્યું
  • સંઘપ્રદેશના શિક્ષણ વિભાગનો સંપર્ક કરી કામગીરી પૂર્ણ કરી

વલસાડ જિલ્લાની તમામ ધો.10ની શાળાઓએ માસ પ્રમોશન અંતગર્ત વિદ્યાર્થીઓના માર્કસ ઓનલાઇન મુકવાની છેલ્લી ડેડલાઇન 17 જુન હતી, પરંતુ જિલ્લામાં આવતી ગુજરાત બોર્ડની સેલવાસ અને દમણની 40 જેટલી શાળાઓએ આ પ્રક્રિયામાં વિલંબ કર્યો હતો. જેના કારણે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ સાથે સંપર્ક કરી બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની મથામણ કરી હતી. ગુરૂવારે અંતિમ દિવસે જિલ્લા સહિત દમણ-સેલવાસની 286 સ્કૂલોનું ઓનલાઇન માર્કસની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી.

વલસાડ જિલ્લામા ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ શિક્ષણ વિભાગે શાળાઓએ બોર્ડની વેબસાઇટ પર 17 જૂન સુધીમાં આંતરિક મૂલ્યાંકનના ગુણ, માધ્યમિક કક્ષાના માળખાના ગુણ ઓનલાઇન ભરવાના આદેશ કર્યા હતા, પરંતુ 15 જુન સુધીમાં દમણ-સેલવાસ સહિત વલસાડ જિલ્લાની કેટલીક સ્કૂલોએ ધો.10ના વિદ્યાર્થીઓની માહિતી ઓનલાઇન મુકી ન હતી. જેને લઇ વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા દમણ-સેલવાસની ધો.10ની 40 શાળાઓનો સંપર્ક કર્યો હતો, આમ છતાં ઝડપથી કામગીરી ન કરાતાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગનો સંપર્ક કરી સંકલન કરાયુ હતું.

બે દિવસમાં દમણ-સેલવાસની શાળાઓમાં ઓનલાઇન કામગીરી પૂર્ણ કરવા શિક્ષણ વિભાગે ભારે મથામણ કરવી પડી હતી. આમ 17 જુનની છેલ્લી ડેડલાઇન હોવાથી ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વલસાડ શિક્ષણ વિભાગે તમામ 286 સ્કૂલોની માહિતી ઓનલાઇન મુકી દેવામાં આવી હતી. આ સાથે શિક્ષણ વિભાગ,શાળાઓ અને વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. જોકે, હાલમાં કોરોનાની ત્રીજી લહેરના કોઇ એધાંણ દેખાતા નથી.

અને કેસની સંખ્યા પણ એકદમ ઘટી ગઇ છે. ત્યારે આવા સંજોગોમાં વહીવટી તંત્ર ઓફલાઇન શાળા શરૂ કરવી કે નહીં તેની મંૂઝવણમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા કોઇ ગાઇડ લાઇન બહાર પાડવામાં તેની રાહ જોવાઇ રહી છે. કારણ કે, 18 વર્ષથી નીચેની વયના બાળકો માટે વેક્સિનેશનનો કોઇ નિર્ણય લેવાયો નથી. હાલમાં તો શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે.

વિદ્યાર્થીઓને સમયસર ધો.11માં પ્રવેશ મળશે
વલસાડ જિલ્લામાં 15 જુન સુધીમાં 40થી વધુ શાળાઓએ ધો.10મા માર્કસ ઓનલાઇન ન મુકતાં એક સમયે ડેડલાઇન વિતી જશે એવું લાગી રહ્યુ હતુ, પરંતુ અંતિમ દિવસે શિક્ષણ વિભાગે તમામ શાળાઓની કામગીરી પૂર્ણ કરવામા સફળતા મેળવી હતી. જેથી ધો.10ના વિદ્યાર્થીઓને સમયસર માર્કસશીટ મળી જવાથી ધો.11માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઇ જશે. ધો.11ના પ્રવેશકાર્યમાં હવે વિલંબ થશે નહિ.

કેન્દ્રશાસિત સ્કૂલોએ કામગીરી મોડી કરી હતી
અમે 5 ટીમો બનાવી ધો.10ના વિદ્યાર્થીઓના ડેટાની ચકાસણી કરી ઓનલાઇન મુકયા છે. ભ‌વિષ્યમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સુધારા-વધારા માટે કઠિન બને છે. કેન્દ્રશાસિત પ્રદેશની 40 સ્કૂલોમાં આ કામગીરી ઝડપથી કરાઇ ન હતી. જેથી 15 જુન સુધીમાં કેટલીક સ્કૂલો બાકી દર્શાવતી હતી. ગુરૂવારે તમામ સ્કૂલોએ કામગીરી પૂર્ણ કરી દીધી છે.- કે.એફ.વસાવા, શિક્ષણ અધિકારી, વલસાડ

અન્ય સમાચારો પણ છે...