કાર્યવાહી:કારમાં દારૂ સાથે સુરત અને વડોદરાના 4 વાપીથી ઝડપાયા

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કારમાં દારૂ લઇને જતા ચાર આરોપીઓની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી કાર અને દારૂ મળી કુલ રૂ.5.03 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

વાપી જીઆઇડીસી પોલીસે સોમવારે વૈશાલી ચારરસ્તા ઓવરબ્રીજ નીચેથી દમણ તરફથી આવતી આઇટેન કાર નં.જીજે-23-સીસી-4544ને અટકાવી અંદર ચકાસણી કરતા દારૂની બાટલીઓ મળી આવી હતી. રૂ.3200નો દારૂ અને કારની કિં.રૂ.5 લાખ ગણી પોલીસે રૂ.5.03 લાખનો મુદ્દામાલ કબજે લઇ આરોપી સુકેતુ રમેશચંદ્ર પ્રજાપતિ રહે.મયુર સોસાયટી પરિવાર વડોદરા, ઉમાકાંત યજ્ઞરક્ષા પાન્ડે રહે.શિવશક્તિ સોસાયટી આણંદ, ગજેંદ્રસિંહ તેજસિંગ રહે.નેચર વેલી કુંભારીયા સુરત શહેર અને રાજકુમાર બિજુલાલ સુવાલ રહે.આરારે એપાર્ટમેન્ટ કલાતીબરોડા શહેર વડોદરાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.દમણથી હજુ પણ મોટા પ્રમાણમાં દારૂ ઠલવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...