ગૌરવ:NEET યુજી રિઝલ્ટ 2022માં વાપીના 4 વિદ્યાર્થીઓ સફળ

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઇનલ આન્સર કી જાહેર કરી, તબીબ દંપતિની પુત્રી પણ ઝળકી

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) ગુરૂવારે NEET UG 2022 પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. જેમાં ટોપ 50માં ગુજરાતના પાંચ વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે. વાપીના કેટલાક વિદ્યાર્થીઓ પણ NEET UG 2022 પરીક્ષામાં ઝળક્યાં છે. જેમાં ચલા મોહિત ટાવરમાં રહેતી હેતવી પ્રિતેશ જોષીએ 766મો રેન્ક મેળવ્યો છે. 720માંથી 680 માકર્સ મેળવ્યાં છે. તેમણે ધો.10 સુધીનો અભ્યાસ જ્ઞાનધામ સ્કૂલમાં કર્યો છે. જયારે ધો.11, 12 એસએસવી જ્ઞાનકેન્દ્ર ઉમરગામ ખાતેથી કર્યુ હતું.

હેતવીના પિતા પ્રિતેશ જોષી અને માતા દેવાંડી જોષી બંને હોમિયોપેથિક તબીબ છે. નીટમાં સફળતા મળતાં પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. સમસ્ત ગુજરાતી બ્રહમસમાજના પ્રમુખ મિતેશ ત્રિવેદીએ હેતવીને શુભેચ્છા પાઠવી હતી. જયારે A 204 પ્રમુખ હિલ્સ છરવાડા રોડ હરિયા એલજી રોટરી હોસ્પિટલ પાછળ રહેતાં જતીન મનીષ સચદેવે સમગ્ર ભારતમાં એઆઇઆર 347મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. કુલ 720માંથી 690 માર્કસ પ્રાપ્ત કર્યા છે.જતીને ધો.10 સુધીનો અભ્યાસ ચલા ગુરૂકૂળ ખાતે કર્યો છે.

જયારે ધો.11, 12નો અભ્યાસ અમદાવાદ ખાતે કર્યો હતો.નીટની તૈયારી પણ ત્યાં જ કરી હતી.તેમના પિતા મનિષભાઇ પણ તબીબ છે. જયારે વાપીના શગુન દિનેશ શર્માએ સમગ્ર દેશમાં 1335મો રેન્ક મેળવ્યો છે.કુલ 720માંથી 672 માર્કસ પ્રાપ્ત કર્યા છે. વાપીનાં સિદ્રાર્થ સાહોએ પણ દેશમાં 1372મો રેન્ક મેળવ્યો છે. 720માંથી 671 માર્કસ પ્રાપ્ત કર્યા છે.

વાપી જ્ઞાનધામની હેતવી જોષીએ 2020માં સીબીએસસીની બોર્ડની પરિક્ષામાં પ્રથમ કમાક્ર મેળવ્યો હતો. વાપી ખાતે રહીને નીટની પરિક્ષામાં સફળતા મેળવી છે. જ્યારે જતીન સચદેવે અમદાવદા ખાતે અભ્યાસ કરી નીટની પરીક્ષામાં સફળતા મેળવી વાપીનું નામ રોશન કર્યું છે. સફળ થયેલા વિદ્યાર્થીઓના સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...