કાર્યવાહી:ફાયર NOC રજુ ન કરતાં વાપીની 4 શાળાના નળ-ડ્રેનેજ કનેકશન કટ

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેલ્ફ સર્ટિફિકેટ રજુ ન કરતા નગરપાલિકાની કાર્યવાહી

વાપી પાલિકાએ પાલિકા હદ વિસ્તારમાં ફાયર એનઓસી લીધેલી ન હોય તથા સરકારના નિયમ મુજબ 9 મીટર થી ઓછી ઊંચાઈ ધરાવતી શાળા કે જેમાં સેલ્ફ સર્ટિફિકેટ રજૂ ન કર્યા ન હોઇ તેવી શાળાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સુરતની સૂચના અને ચીફ ઓફિસર દર્પણ અોઝાના માર્ગદર્શન મુજબ ગુરૂવારે નળ અને ડ્રેનેજ કનેકશન કાપવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં 4 શાળાના પાણી અને ડ્રેનેજ કનેકશન કાપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત આ શાળાઓને જો 7 દિવસ માં લેવા પાત્ર ફાયર એનઓસી કે સેલ્ફ સર્ટિફિકેટ રજૂ ન કરવામાં આવે તો શાળાને સીલ મારવાની નોટિશ ફટકારી હતી.

આ 4 શાળાના પાણી-ડ્રેનેજ કનેકશન કપાયા

  • જ્ઞાનદીપ સ્કૂલ ચલા
  • વેસેડેલિયન, ચલા
  • સરદાર પટેલ શાળા, ટાંકી ફળિયા
  • અશાધામ સ્કૂલ, કોપરલી રોડ

હોટલોમાં ફાયર NOC ચકાસણી જરૂરી
વાપી પાલિકા વિસ્તારમાં અનેક હોટલો અને રેસ્ટોરન્ટ આવેલાં છે. શાળાઓની સાથે હોટલો અને રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસીની ચકાસણી થવી જરૂરી છે.

15માંથી 10 શાળા પાસે જ ફાયર NOC
પાલિકા વિસ્તારમાં આવતી કુલ ફાયર એનઓસી લેવા પાત્ર 15 શાળા ઓ પૈકી 10 શાળાઓએ ફાયર એનઓસી મેળવી લીધી છે. પાલિકા ફાયર એનઓસી મુદે એકશન મોડમાં આવી ગઇ છે. શાળાઅો બાદ હાઇરાઇઝ બિલ્ડીંગો સામે પણ કાર્યવાહી કરાશે એવું પાલિકા સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...