તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લીકેટ એસેસરીઝ વેચવાનું રેકેટ:વાપી મોબાઇલ માર્કેટમાંથી 4 લાખની નકલી એસેસરીઝ કબજે

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીઆઈડીની કાર્યવાહીમાં 4 દુકાન સાણસામાં આવી

અગાઉ વલસાડમાં વિદેશી બ્રાન્ડના ડુપ્લીકેટ કપડા વેચવાનું રેકેટ સીઆઈડીએ ઝડપી પાડ્યા બાદ હવે વાપીમાં બ્રાન્ડેડ મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝ વેચવાનું રેકેટ ઝડપાયું છે. અમદાવાદના મણીનગર ખાતે રહેતા વિશાલસિંહ હિરાસિંહ જાડેજાએ શુક્રવારે રાત્રે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગ્રીફીન ઇન્ટેલએચ્યુઅલ પ્રોપર્ટી સર્વિસ પ્રા.લિ.નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.

જેમાં બ્રાન્ડેડ કંપનીઓના કોપીરાઇટના હક્કોના રક્ષણ માટે ફરિયાદનું કામ તેમનું હોય છે. મળેલી ફરિયાદના આધારે શુક્રવારે તેઓ કંપનીના માણસો તેમજ સીઆઇડી ક્રાઇમના પીઆઇ એસ.એમ.ચૌધરી અને સ્ટાફના માણસો સાથે વાપી હિના આર્કેડ ખાતે આવેલ મોબાઇલ માર્કેટમાં આવેલ દુકાનો 1) જ્યોતિ મોબાઇલ 2) ન્યુ મુંબઇ મોબાઇલ 3) આર.પી.ટેલીકોમ 4) માં બ્રહ્માણી ટ્રેડર્સ 5) ખાન મોબાઇલ 6) નીલકમલ મોબાઇલ એસેસરીઝ અને મહેશ્વરી ટ્રેડર્સ નામની દુકાનોમાં એપલ કંપનીના સીમ્બોલ વાળી એસેસરી જેવી કે હેડફોન, કેબલ, કવર, બ્લુટુથ, ઇયરફોન, મોબાઇલ બેટરી વિગેરે ચીજવસ્તુઓ વેચાણ કરતા વેપારીઓ મળી આવ્યા હતા. આ દુકાનોમાંથી ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવતા માલિકો સામે કોપીરાઇટ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ દુકાનમાંથી મુદ્દામાલ કબજે
જ્યોતિ મોબાઇલના અશોકકુમાર ઉકાજી પુરોહીત રહે.આનંદનગર શાંતિ એપાર્ટમેન્ટ પાસેથી એપ્પલ કંપનીની સિમ્બોલવાળી 1,68,00ની એસેસરીઝ મળી હતી. આરપી ટેલીકોમના હકારામ ભુરમલ પુરોહીત રહે.આદર્શ વિહાર સોસાયટી ગુંજનથી 81,050નો ડુપ્લીકેટ માલ મળ્યો હતો. નીલકમલ મોબાઇલના વિષ્ણુકુમાર જેઠાલાલ પુરોહીત રહે.ક્રિશ્ના એપાર્ટમેન્ટ બલીઠાથી 84,150નો માલ મળ્યો હતો. તથા મા બ્રહ્માણી ટ્રેડર્સના મનસુખ ગોવીંદ પ્રજાપતિ રહે.શ્યામવિહાર વાપીથી 41 હજારનો માલ કબજે કર્યો હતો. મહેશ્વરી ટ્રેડર્સના મનોજ દિપક પટેલ પાસેથી 23,300નો ડુપ્લીકેટ માલ મળ્યો.

અન્ય સમાચારો પણ છે...