ચેકપોસ્ટ ચેકિંગ:વડોદરા પાર્ટી પ્લોટના માલિક સહિત 4 વાપીથી દારૂ સાથે ઝબ્બે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી દારૂ સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

વાપી ટાઉન પોલીસ સોમવારે મોરાઇ ચેકપોસ્ટ ચેકિંગમાં હતી ત્યારે દમણ તરફથી કારને અટકાવી તપાસતા સીટ નીચેથી રૂ.1900 નો દારૂ મળી આ‌વતા કબજે લઇ પોલીસે ચાલક સહિત ચાર ની ધરપકડ કરીીઆગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં આ દારૂ દમણના અલગ અલગ વાઇનશોપમાંથી ખરીદી ઘરે પીવા માટે લઇ જઇ રહ્યા હોવાની કબૂલાત તેમણે કરી છે.

વેપારીઓ સહિત આ 4 ઝડપાયા
અભિષેક જનક વૈદ્ય ઉ.વ.23 ધંધો - નોકરી રહે.તરસાલી શરદનગર સોસાયટી રૂમ નં.1 વડોદરા, શ્રીકાંત ચીમન ગાંધી ધંધો- પાર્ટી પ્લોટનો વેપાર ઉ.વ.32 રહે.બાલાજી પાર્ટી પ્લોટ, માંજલપુર, નીલ વિજય પટેલ ધંધો - ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉ.વ.24 રહે.81, આસુતોષ નગર સોસાયટી, કારેલીબાગ, વંશ પીન્ટુ ગોહીલ ધંધો - ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉ.વ.18 રહે.સર્વમ હાઇટ્સ, સી-501 વિશ્વામિત્રી સ્ટેશન માંજલપુર વડોદરા શહેર

અન્ય સમાચારો પણ છે...