ભેદ ઉકેલ્યો:જિલ્લામાં ઘરફોડ ચોરીકરતી ગેંગના 4 ઝડપાયા, 11 ગુનાઓનો ભેદ ઉકલાયો

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રમાં અલગ અલગ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ જિલ્લામાં ચોરી કરતા
  • એલસીબીએ 1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી વાપી, સરીગામ, ઉદવાડા અને વલસાડ સહિત ચોરીના 11 ગુનાનો ભેદ ઉકેલ્યો

વલસાડ જિલ્લાના ઉમરગામ, વલસાડ, વાપી સહિતના વિસ્તારમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનારા ચાર ઇસમોની એલસીબીએ ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે લઇ ચોરીના કુલ 11 ગુના ઉકેલાયા છે. હાલ આગળની તપાસ ઉમરગામ પોલીસને સોંપવામાં આવી છે.

જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના તથા એલસીબી પીઆઇ વી.બી.બારડના માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લામાં મિલ્કત સંબંધી ગુના અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા તેમની ટીમને જાણ કરતા પીએસઆઇ કે.એમ.બેરીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન એએસઆઇ રાકેશ રમણભાઇને મળેલી બાતમીના આધારે ચાર આરોપી શીવા ઉર્ફે રાજુ તીરમલીયા રહે.વિરાર મુંબઇ, શ્યામ ચીન્નાપા રહે.વિરાર ફાટા આનંદનગર, મહેશ હનુમંતા ચીન્નાપા તીરમલીયા રહે.વિરાર ફાટા અને રાહુલ શીલ્વરાજ મુપનાર રહે.ઇશ્વરનગર ડેમરે ખેરપાડા વિરારને ઉમરગામ વિસ્તારથી પકડી તેઓ પાસેથી બે મોપેડ તથા 4 ફોન અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂ.1,20,370નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

જિલ્લામાં આ સ્થળે ચોરીને અંજામ આપ્યા હતા
પોલીસ પૂછપરછમાં પારડી, સરીગામ સિધ્ધી એપાર્ટમેન્ટ, ઉદવાડા રિધ્ધી એપાર્ટમેન્ટ, વાપી ચણોદ ગામ ભાનુસાગર બિલ્ડીંગમાં બે ફ્લેટમાં, વલસાડ એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ કલ્પકૃતિ એપાર્ટમેન્ટમાં, વાપી નામધા સ્થિત વ્રજધામ એપાર્ટમેન્ટમાં, વાપી રેલવે ગરનાળા નજીક ભવાની રેસીડેન્સીમાં, વલસાડ હાઇવે પર આવેલ એપાર્ટમેન્ટમાં, ઉદવાડા ભવાની કોમ્પ્લેક્ષમાં અને વાપી બલીઠા ફાટકની અંદર માધવ રેસીડેન્સીમાં ત્રીજા માળે ઘરનું તાળું તોડી આરોપીઓએ રોકડા અને દાગીનાની ચોરી કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

આરોપીઓ સામે આટલા ગુના નોંધાઇ ચૂકયા છે
આરોપી શીવા ઉર્ફે રાજુ ચીન્નપા તીરમલિયાધોત્રે સામે મહારાષ્ટ્રના દહીસરમાંચોરીના બે, બદલાપુરમાં 1, તલેગાંવમાં6 અને ડીસીબી સીઆઇડીમાં આર્મ્સ એક્ટનાએક ગુના નોંધાયા છે. જ્યારે શ્યામ ચીન્નાપાસામે વિરાર, માણીકપુર, તલેગાંવ, કોલશેવાડીઅને દહીસરમાં કુલ 10 ગુના નોંધાયા છે. તો રાહુલ શીલ્વરાજ મુપનાર સામે મહારાષ્ટ્રના અરનાલા, વિરાર, બાઝારરોડ, દહીસરમાં કુલ 19 ગુના નોંધાઇ ચૂક્યા છે. આરોપીઓ ખુબજ રીઢા ગુનેગાર હોય જેલથી છૂટીને ફરીથી ચોરીને અંજામ આપે છે.

અન્ય સમાચારો પણ છે...