સુરક્ષિત:વાપી, દમણના 38 શ્રદ્ધાળુ ગૃપ અમરનાથમાં સુરક્ષિત

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાનામાં વધુ લોકો ફસાયા છે: સ્થાનિક યાત્રાળુ

અમરનાથ ગુફામાં શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. જેમાં 3 મહિલા સહિત 10 શ્રદ્ધાળુના મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે વલ સાડ જિલ્લા અને સંઘપ્રદેશમાંથી અમરનાથ પહોંચેલા શ્રદ્ધાળુના પરિવારજનો ચિંતાતુર બન્યાં છે. વાપી અને દમણથી કુલ 38 શ્રદ્ધાળુ હાલ અમરનાથમાં સુરક્ષિત છે.

દિવ્ય ભાસ્કરની વાતચીતમાં અમરનાથ પહોંચેલા દમણ ડાભેલ ઘેલવાડ ફળિયા રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે આ ઘટનાથી 20 કિ.મી. બાબા અમરનાથના દર્શન કર્યા છે. વાદળ ફાટવાની ઘટનામાં અનેક લોકો હજુ ફસાયા છે. મોતની સંખ્યા વધશે. અહી લોકોમાં પણ એજ ચર્ચા છે કે આ ઘટનામાં વધુ લોકોના મોત થયાં છે. શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા ટેંટ અને ત્રણ લંગર પણ વહી ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...