અલ્ટીમેટમ:વાપી શાકભાજી માર્કેટમાં 350 ફેરિયા-પાથરણાવાળાને મનાઈ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાપી પાલિકા દ્વારા કસ્ટમ માર્ગ પર નિર્મિત શાકભાજી માર્કેટ - Divya Bhaskar
વાપી પાલિકા દ્વારા કસ્ટમ માર્ગ પર નિર્મિત શાકભાજી માર્કેટ
  • ચલા ખાતેની નવી શાકભાજી માર્કેટમાં બેસવા સૂચના
  • નિયમનું પાલન ન કરનારને પાલિકા હવે દંડ અને કાર્યવાહી કરશે

વાપી કસ્ટમ રોડ આદિત્ય હોસ્પિટલની સામે પાલિકા દ્વારા સરદાર પટેલ ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ શરૂ કરવામાં આવી છે.જેને લઇ પાલિકાએ વાપી બજાર,શાકભાજી માર્કેટ રોડ બેસતાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને નવી શાકભાજી માર્કેટમાં બેસવા તાકીદ કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરનારને પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. વાપી પાલિકાએ તાજેતરમાં ચલા ખાતેની સરદાર પટેલ ફ્રુટ એન્ડ વેજિટેબલ માર્કેટ શરૂ કરવામાં આવી છે. આ સાથે પાલિકાએ તમામ ફેરિયાઓ અને પાથરણાવાળાને નવી ચલા ખાતેની શાકભાજી માર્કેટમાં બેસવાની સૂચના આપી છે.

નિયમમોનું પાલન ન કરવામાં આવે તો વેપારીઓ સામે દંડ અને કાર્યવાહી કરવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.ચલાની નવી શાકભાજી માર્કેટમાં નાના વેપારીઓએ પોતાનો ધંધો શરૂ કરી દીધો છે. પાલિકાના ઉપપ્રમુખ અભય નહાર અને કારોબારી મિતેશ દેસાઇના જણાવ્યાં મુજબ વાપીના શહેરીજનોને સ્વચ્છ અને શુધ્ધ વાતાવરણ વચ્ચે ઓર્ગેનિક શાકભાજી મળી રહે તેવા ઉદેશ્ય સાથે સરદાર પટેલ ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ શરૂ કરવામાં આવી છે.

વર્ષો જુની શાકભાજી માર્કેટની હાલત જોયા પછી પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાકભાજીના નાના વેપારીઓએ તેનો લાભ લેવો જોઇએ.આમ પાલિકાએ શરૂ કરેલી નવી શાકભાજી માર્કેટનો પ્રોજેક્ટ સફળ જશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

નાના વેપારીને ફટકો; 6થી વધુ વર્ષથી મંજુરી ન મળતાં માર્કેટનો પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હતો
પાલિકાના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 6 થી વધુ વર્ષ પહેલા પાલિકાએ ચલા ખાતે ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ શરૂ કરી હતી,પરંતુ આ માટે મંજુરીની પ્રક્રિયા અટવાઇ હતી. તાજેતરમાં નવી શાકભાજી માર્કેટની મંજુરી મળતાં હાલ નાના વેપારીઓનું અહી આગમન થયું છે. શાકભાજી માર્કેટમાં પાલિકાએ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અને સ્થળ પણ વાપી-દમણ રોડ પર આવેલું હોવાથી શહેરીજનોને રાહત થશે.

વાપી બજારમાં દંડની કાર્યવાહી શરૂ
વાપી બજાર અને શાકભાજી માર્કેટ આગળ નિયમોનું પાલન ન કરતાં ફેરિયાઓ અને નાના વેપારીઓ સામે પાલિકા-પોલીસે દંડની કાર્યવાહી શરૂ કરી છે. દબાણકર્તાઓને હટાવવા વાપી ટાઉન પોલીસ અને પાલિકાએ સંયુક્ત પ્રયાસો શરૂ કર્યા છે. સોમવારે કેટલાક લોકોને દંડ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

શાકભાજી માર્કેટ શહેરનું હાર્દ છે
વાપી ટાઉનમાં નાઝાબાઇ માર્ગ ઉપર છેલ્લા 50 વર્ષથી શાકભાજી માર્કેટ કાર્યરત છે. આ માર્કેટ શહેરનું મુખ્ય હાર્દ છે. આ માર્કેટમાં 350થી વધુ લારી અને પાથરણાં વાળા શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. જોકે, પાલિકા કે તંત્રના નિર્ણયને આવકારીશું. જોકે નીચે બેસીને શાકભાજી વેચનારાને મુશ્કેલી પડશે. - સુભાષ તિવારી, પ્રમુખ - શાકભાજી માર્કેટ, વાપી

અન્ય સમાચારો પણ છે...