તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલી ભગત:વાપીમાં માલિકના મોતના 3 વર્ષ બાદ ખોટી સહીથી પ્રોપર્ટી પચાવતા 5 સામે FIR

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 શેડ વિસ્તારમાં આવેલી દુકાનનો માલિક વર્ષ 2010માં મૃત પામ્યો, 2013માં મૃતકની ખોટી સહિ કરી નામે કરાવી
  • ભાડૂઆતે તત્કાલિન જીઆઇડીસીના ડિવિઝનલ મેનેજર સાથે મળી દુકાન નામે કરાવતા વિધવાની છેતરપિંડીની ફરિયાદ

વાપીમાં દુકાન ભાડે આપ્યા બાદ વૃદ્ધનું મોત થતા ભાડુઆતે ખોટી સહી સાથે નામનું સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટ બનાવી અન્યને વેચી દેતા આ અંગે વહુએ જીઆઇડીસી પોલીસ મથકમાં પાંચ આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વાપી છરવાડા રોડ ઉપર વિજયપાર્ક બી-205માં રહેતા હિનાબેન ધર્મેન્દ્રકુમાર જોષી ઉ.વ.47 એ ગુરૂવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓના સસરા કાંતીલાલ છોટાલાલ જોષી નાઓ વર્ષ 2010માં અને પતિ ધર્મેન્દ્ર જોષી નાઓ વર્ષ 2019માં મૃત પામ્યા હતા. સસરા કાંતિલાલે જીઆઇડીસી 40 શેડ એરીયા શોપ નં.11 વાળી મિલકત 1976માં ભાડા પટ્ટા ઉપર લઇ વર્ષ 1993માં કમળાબેન અમ્રતલાલ ઠક્કર રહે.અંબામાતા મંદિર પાસે ન્યુ બી-ટાઇપ ને ભાડે આપી હતી. જેમાં રતિલાલ અમ્રત ઠક્કર જલારામ રેસ્ટોરન્ટના નામે ધંધો કરતો હતો. 2008માં રતિલાલનું એક્સિડન્ટ થતા રેસ્ટોરન્ટ બંધ કરી તેઓ વડોદરા નીકળી જતા દુકાન બંધ હાલતમાં હતી.

વર્ષ 2019માં દુકાન ઉપર કેટલાક માણસો આવ્યા હોવાની જાણ થતા ફરિયાદી સ્થળ ઉપર ગઇ હતી. જ્યાં હાજર માણસોથી તમે કોણ છો પૂછતા તેમણે જણાવેલ કે, અમે ભગવાન દાસ કનૈયાલાલ અજબાનીના માણસો છીએ અને આ દુકાનની અમોએ રતિલાલ ઠક્કર પાસેથી ખરીદી કરી છે તથા સમારકામ કરવાના છીએ. સમારકામ અટકાવી તપાસમાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 2013માં આરોપી ભાડુઆત રતિલાલે છેતરપિંડી કરી આ દુકાન અન્યને વેચી નાખી હતી. જે અંગે જીઆઇડીસી પોલીસમાં આરોપી રતિલાલ અમ્રતલાલ ઠક્કર, ટી.કે.પંડોર, એસ.બી.પટેલ, શી.કે.પટેલ અને જી.વી.શાહ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે.

આ કેસમાં ફરિયાદી વિધવા મહિલા પતિ અને સસરાના મોત બાદથી એક દીકરી સાથે કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહી છે. તેની પાસે પોતાના સસરાના નામની દુકાન સિવાય આવકનો કોઇ સ્ત્રોત ન હોવાથી આ દુકાન પોતાના નામે કરવા ઘણા વર્ષથી કચેરીના ધક્કા ખાઇ રહી હતી.

ડિવિઝનલ મેનેજરે અંગ્રેજીમાં સહિ કરી હતી
સપ્લીમેન્ટ એગ્રીમેન્ટ પ્રમાણે જેતે વખતના જીઆઇડીસી ઓફિસના ડીવીઝનલ મેનેજર ટી.કે.પંડોર અને આરોપી એસ.બી.પટેલે અંગ્રેજીમાં સહી કરી સાક્ષી તરીકે શી.કે.પટેલ તથા જી.વી.શાહને સાથે રાખી ભાડુઆત રતિલાલના નામે દુકાન કરી દેતા અન્ય આરોપીઓની સાથે જીઆઇડીસીના અધિકારી ટી.કે.પંડોર સામે પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે.

RTI માં છેતરપિંડી થઇ હોવાનો ખુલાસો
વિધવા બાઇએ આરટીઆઇથી માહિતી માંગતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2013માં તેના સસરા કાંતિલાલે આ દુકાન આરોપી રતિલાલના નામે કરેલી છે.એગ્રીમેન્ટમાં ફરિયાદીની હાજરીમાં સહી-સિક્કો-ડીલીવર્ડ લખેલ છે અને તેની સામે જેતે વખતના ડીવીઝનલ મેનેજર જીઆઇડીસી અને અન્ય એકની સહી છે. જોકે કાંતિલાલ તો વર્ષ 2010માં જ મૃત્યુ પામી ચૂક્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...