તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાપીની હિરમબા કંપનીમાં વાલ્વ ખોલતા એસિડથી 3 કર્મી દાઝ્યા, સવારે રીએક્ટર વાલ્વ ખોલવા જતાં ઘટના બની

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાં પ્રા. સારવાર બાદ રજા અપાઈ

વાપી જીઆઈડીસીમાં આવેલ હિરમબા કંપનીમાં શુક્રવારે સવારે એક કામદાર રીએક્ટરનો વોલ્વ ખોલી રહ્યો હતો. તે દરમિયાન અંદરથી તેજ ગતિએ એસિડ નીકળતા સ્થળ પર હાજર 3 કામદારો દાઝી ગયા હતા. ઘટના બનતા જ ત્રણેય હોસ્પિટલમાં ખસેડાતા પ્રાથમિક સારવાર બાદ તમામને રજા આપી દેવાઈ હતી.વાપી જીઆઇડીસી ના થર્ડ ફેસમાં આવેલ હિરમબા ઇન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે સવારે રીએક્ટરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. કંપનીમાં કામ કરી રહેલા સુરેશકુમાર યાદવ સવારે એસિડ ભરેલ રીએક્ટરનો વોલ્વ ખોલી રહ્યા હતા.

તે સમયે અચાનક રીએક્ટરમાં બ્લાસ્ટ થતા અંદરથી એસિડ તેજ ગતિએ બહાર ફેંકાયો હતો. તે દરમિયાન સ્થળ પર કામ કરી રહેલા સુરેશભાઈની સાથે કામદાર અવધેશકુમાર અને દલપતકુમાર પણ એસિડની લપેટમાં આવી ગયા હતા. ઘટના બનતા કંપની દ્વારા ત્રણેય કામદારોને વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તમામને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દીધા હોવાનું જાણવા મળ્યું હતું. કામદાર સુરેશ યાદવ વોલ્વની સામે જ ઉભા રહીને તેને ખોલતી વખતે ઘટના બની હોવાનું કમ્પની સંચાલકે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો