ખાતમુર્હુત:કપરાડાના 1.25 લાખથી વધુ પશુધન માટે 3 પશુ ચિકિત્સા કેન્દ્ર

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડે-મોડે મોટાપોંઢામાં 90 લાખના ખર્ચે પશુઓના સારવાર માટે હોસ્પિટલનુ નિર્માણ થશે

રાજય સરકારના પ્રતિનિધિઓ છેવાડાના વિસ્તારનો વિકાસ થયો હોવાના દાવાઓ કરે છે, પરંતુ સ્થળ પર સ્થિતિ જુદી હોય છે. કપરાડા તાલુકાના 129 ગામોમાં 1.25 લાખથી વધુ પશુધન છે. જેના માટે તાલુકામાં માત્ર 3 જ પશુ ચિકિત્સા કેન્દ્ર કાર્યરત છે. મોડે-મોડે સરકારે મોટાપોંઢા ખાતે જર્જરિત પશુ દવાખાનું તોડી પાડી 90 લાખના ખર્ચે અઘત્તન પશુઓની સારવાર માટેના હોસ્પિટલનું ખાતમુર્હુત પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે કરાયુ હતુ.

કપરાડા તાલુકામાં અંતરિયાળ ગામોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પાણી,આરોગ્ય અને શિક્ષણની સ્થિતિમાં હજુ પણ સુધારાની જરૂર છે. પશુઓની સારવાર માટે પણ પુરતી સુવિધા નથી. કપરાડા તાલુકાના 129 ગામોના 1.25 લાખથી પણ વઘુ પશુઘનનો સમાવેશ થાય છે. જેના માટે સમગ્ર કપરાડામાં માત્ર 3 જ પશુ ચિકિત્સા કેન્દ્ર કાર્યરત છે. જેને લઇ સરકારે મોડે-મોડે મોટાપોંઢા તથા આસપાસના 15 ગામો માટે મોટાપોંઢા ખાતે આવેલા પશુ હોસ્પિટલના જર્જરિત મકાને તોડી પાડી ત્યાં 90 લાખના ખર્ચે નવી આધુનિક પશુઓની સારવાર માટે હોસ્પિટલ બનવા જઈ રહી છે.

શુક્રવારે પશુઓના સારવાર માટે હોસ્પિટલ નિર્માણ માટે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી જીતું ચૌઘરીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ 9 માસના બનીને કાર્યરત થશે. જેનો સીધો લાભ મોટાપોંઢાની આસપાસ આવેલા ગામોના 25 હજાર પશુઘનને થશે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિ.પં. કારોબારી ચેરમેન ગુલાબ રાઉત, જિ.પં. સભ્ય કેતન પટેલ મોટાપોંઢાના સરપંચ રણજીત પટેલ તાં.પ સદસ્ય જ્યાબેન પટેલ, ઓઝરના સરપંચ પ્રવીણભાઇ માજી સરપંચ રાજુભાઇ, ગામના આગેવાનો તથા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...