કોરોના અપડેટ:ધમડાચીના 1 પરિવારના 3 પોઝિટિવ, ડુંગરીમાં 1નું મોત

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પૂર્વે કોરોનાના કેસો વધતાં સાવચેતી જરૂરી

જિલ્લામાં ફરી ધીમે-ધીમે કોરોનાના કેસો આવી રહ્યાં છે,બુધવારે ડુંગરીના 52 વર્ષિય આધેડનું કોરોનાના કારણે મોત નિપજયું હતું. જિલ્લામાં કોરોનાના કેસો પર બ્રેક લાગ્યા બાદ થોડા દિવસોથી ફરી કોરોનાએ માથું ઉંચક્યુ છે. દિવાળીના તહેવારો પૂર્વે કોરોનાના કેસો સતત આવી રહ્યાં છે. જેમાં બુધવારે વલસાડના ભીનાર ડુંગરીના 52 વર્ષિય આધેડનું કોરોનાના કારણે મોત થયુ હતું.

આ સાથે બુધવારે પારડીના 17 વર્ષિય કિશોરીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જયારે વલસાડ પીરૂ ફ‌ળિયાના દર્દીનો મંગ‌ળવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાં બુધવારે 60 વર્ષિય માતા અને 21 વર્ષિય પૌત્રનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં છે.

આશાપુરાથી આવ્યાં બાદ કોરોના સંક્રમિત
વલસાડના ધમડાચીમાં એક પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ડો. મનોજભાઇ પટેલે જણાવ્યું હતું કે આ પરિવાર કચ્છ આશાપુરા ખાતે ગયો હતો. જયાંથી પરત ફર્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તહેવારોના કારણે લોકોએ સાવધાની રાખવી જોઇએ. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું ખુબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...