કાર્યવાહી:દમણના ડાભેલમાં બેંક ATM તોડવાનો પ્રયાસ, 3ને દબોચ્યા

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મશીનનું મોનિટર તોડતી વખતે જ પોલીસ ત્રાટકી હતી

દમણ-વાપી મુખ્ય માર્ગ ઉપર ડાભેલ સોમનાથ સ્થિત સેન્ટર પોઇન્ટ બિલ્ડિંગના પહેલા માળે આવેલા બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરનારા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. એટીએમ તોડે એ પૂર્વે જ પોલીસે ત્રણેયને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી કરી છે. દમણ ડાભેલના સોમનાથ સ્થિત સેન્ટર પોઇન્ટ બિલ્ડિંગના પ્રથમ માળે એચડીએફસી બેંકનું એટીએમ આવેલું છે. રવિવારે મોડી રાત્રિએ ત્રણ શંકાસ્પદ ઇસમો એટીએમની બહાર હલનચલન કરતા નજરે પડ્યા હતા.

નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને ત્રણેય ઇસમોની હરકત શંકાસ્પદ જણાય હતી. રાત્રિએ ત્રણેય ઇસમો બેંકના એટીએમમાં પ્રવેશીને તોડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એટીએમનું મોનિટર કોઇક સાધનથી તોડી નાંખ્યું હતું. જોકે, એટીએમ મશીનનો મુખ્ય ભાગ તોડવા પૂર્વે જ નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ સ્થળ ઉપર પહોંચીને ત્રણેયની અટકાયત કરી હતી. હાલ પોલીસે એટીએમ તોડવાના પ્રયાસમાં ઝડપાયેલા આરોપીની ઉલટ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...