ક્રાઇમ:વાપીના ચકચારિત છીરીના યુવકની હત્યામાં વધુ 3 આરોપીની ધરપકડ

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારીની અદાવતમાં યુવકની હત્યા કરી હતી

છીરીના શાંતિનગરમાં રહેતો 23 વર્ષીય દિલીપ વનવાસી તેમના મિત્ર સાથે મોપેડ ઉપર દમણથી વાપી તરફ આવી રહ્યો હતો ત્યારે બાઇક સવાર કેટલાક ઇસમોએ તેમનો પીછો કર્યો હતો. વાપી જે ટાઇપ રોડ ઉપર માર્બલ કંપનીની સામે મૃતકની મોપેડને ટક્કર મારીને 4થી વધુ ઇસમોએ તલવાર, સળિયા અને લાકડાંના ફટકા મારીને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા.

દિલીપનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવમાં જીઆઇડીસી પોલીસે 6 આરોપી સામે રાયોટિંગ, હત્યા અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મર્ડર કેસમાં પોલીસે બુધવારે બાતમીના આધારે વાપી હાઇવે સ્થિત યુપીએલ બ્રિજને ઉતરતા કાર રોકીને હત્યાના ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે હુન્ડાય આઇટેન કાર નંબર જીજે 15 સીએલ 6486ને આંતરીને મુખ્ય સૂત્રધાર કલીમ ઉર્ફે હકલો અલીમુદ્દીન સલીમુદ્દીન શેખ રહે. જુની લકી હોટલની સામે, છીરી-વાપી, શશીકાંત ઉર્ફે લકી ઇન્દ્રજીત મિશ્રા રહે. સનસાઇન એપાર્ટમેન્ટ, દેસાઇવાડ- છીરી, વાપી અને કાદીર ઇકરાર હુશેન મન્સૂરી રહે. ફ્રેન્ડસ કોલોની, અંબામાતા મંદિરની સામે, જીઆઇડીસી વાપીની ધરપકડ કરી હતી.

ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને 12મી મે સુધીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન હત્યા કેસના વધુ ત્રણ આરોપી બંટી વસંતભાઇ હળપતિ રહે. નવીનગર, છરવાડા, વિજય ઉર્ફે ગોલું પપુલસિંગ રહે. ગુલાબનગર- છીરી અને છીરી ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતા રિતિક અમરેન્દ્રપ્રસાદની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...