જાહેરનામાના ભંગ:વાપીના પીસલીલી સ્પામાં યુવતી પાસે મસાજ કરાવતા 3 ગ્રાહક-મેનેજર ઝબ્બે

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાના ભંગ કરતા બે સ્પા મસાજ પર પોલીસે કાર્યવાહી કરી

વાપી દમણ રોડ સ્થિત ચલામાં મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરીને ગ્રાહકને બોલાવીને મસાજ કરાવતા બે સ્પા ઉપર ગુરૂવારે ટાઉન પોલીસે કાર્યવાહી કરી હતી. બંને સ્પાના મેનેજર, 3 ગ્રાહક સહિત કામ કરતી યુવતીની પોલીસે અટકાયત કરી છે.

વાપીમાં ચલા સ્થિત શોપર્સ ગેટમાં આવેલ પીસલીલી સ્પા પાર્લરમાં વાપી ટાઉન પોલીસે ગુરૂવારે રેઇડ કરી હતી. સ્પા ખુલ્લું રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પીસલીલી સ્પા પાર્લરના મેનેજર કરણ કુમાર દાસ પીલ્લે રહે. દમણિયા એન્કલેવ, ખારીવાડ દમણ તેમજ સ્પામાં કામ કરતી 19 વર્ષથી 27 વર્ષની 4 યુવતીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત પોલીસ રેઇડમાં સ્પામાં હાજર 3 ગ્રાહક જેમાં નવસારીનો સુરેશ ગોંડલીયા, સેલવાસનો દેવેન્દ્રસિંગ અને દમણનો અરવિંદકુમાર શર્માની પણ અટક કરી ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. પકડાયેલ તમામ ઈસમો વિરુદ્ધ ટાઉન પોલીસે જાહેરનામાના ભંગ બદલ IPC કલમ 188 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી જતી.

જ્યારે અન્ય એક બનાવમાં દમણ રોડ સ્થિત ચલામાં પંચ રત્ન બિલ્ડિંગમાં મહાલક્ષ્મી સ્વીટસની ઉપરના ભાગે રિન્યુ સ્પા એન્ડ ફેમિલી સેલુન પણ મેજી સ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. પોલીસે સ્પાના મેનેજર અતિશ બાબુભાઇ પટેલ રહે. પુનમ પાર્ક, ચીકુવાડી - ચલા અને ત્યાં કામ કરતી નેહા ખાન નામક મહિલાની અટકાયત કરી હતી. ટાઉન પોલીસે તમામ સામે મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરતા ફફડાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...