ગાૈ તસ્કરો:વાપીના ખડકલા વિસ્તારથી 3 ગાય બેભાન હાલતમાં મળી

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી પંથકમાં ગાૈ તસ્કરો ફરી સક્રિય થતાં પાલકોમાં ચિંતા

વાપી વિસ્તારમાં ગૌ તસ્કરો ફરીથી સક્રિય થયા છે. ખડકલા વિસ્તારમાં બે ગાય અને એક વાછરડાને ઇન્જેક્શન મારી બેભાન કરી ઉચકી જાય તે પહેલા ગૌ રક્ષકોએ પોલીસની મદદે ત્રણેયને સારવાર માટે મોકલાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાપીના ગૌ રક્ષકો બુધવારે મળસ્કે ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન 4.15 કલાકે ખડકલા રોડ ઉપર દેવ તપોવન બિલ્ડીંગની સામે તેમજ આજુબાજુમાં બે ગાય અને એક વાછરડાને ગૌ તસ્કરો દ્વારા બેભાન કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

બેભાન ત્રણેય ગાયોને ટીમ દ્વારા તાત્કાલિક સારવાર માટે પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા હતા. ગૌ રક્ષકોએ ટાઉન પોલીસની મદદે ગાયોને બચાવી લીધા બાદ ટાઉન પોલીસે ગૌ તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ વાપી વિસ્તારમાં મહારાષ્ટ્ર તરફથી આવતા ગૌ તસ્કરો કાર લઇને વાપીથી ગાયોને બળજબરીથી ગાડીમાં ભરીને લઇ જતા હતા. પોલીસે કેટલાક તસ્કરોની ધરપકડ પણ કરી હતી. હાલ ફરીવાર તેઓ સક્રિય થતા પોલીસે તેઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે તેને લઇ ગૌ રક્ષકો પણ આખી રાત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...